Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૌરાષ્ટ્રભરમાં શ્રાવણ મહિનાના લોકમેળા નહિ યોજાય

Webdunia
ગુરુવાર, 23 જુલાઈ 2020 (15:09 IST)
સૌરાષ્ટ્રભરમાં જન્માષ્ટમી પર આ વર્ષે લોકમેળો નહિ યોજાય. 50 વર્ષમાં પ્રથમ વખત શ્રાવણ મહિનામાં મેળા નહિ યોજાય. સૌરાષ્ટ્રમાં લોકમેળાનું આગવું મહત્વ હોય છે. દર શ્રાવણ મહિનામાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં 5 દિવસ સુધી વિવિધ મેળાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં 5 દિવસમાં 10 લાખ લોકો મુલાકાત લેતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્રભરમાં 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. લોકમેળા 5 દિવસ જ્યારે ખાનગી મેળા 20 દિવસ સુધી ચાલુ રાખવામાં આવે છે. ત્યારે આ વર્ષે લોકમેળાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રખ્યાત એવા રાજકોટના લોકમેળા સહિત સૌરાષ્ટ્રના 100 જેટલા મેળાનું આયોજન ન કરવા સરકાર દ્વારા છેલ્લાં કેટલાક દિવસોથી વિચારણા કરવામાં આવી રહી હતી. ત્યારે આ વર્ષે કોરોનાથી થતા સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા શ્રાવણ માસ દરમિયાન થતા મેળા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી છે. રાંધણ છઠ થી શરૂ થતાં 5 દિવસીય આ લોક મેળામાં કુલ 10 લાખ જેટલી જનમેદની સૌરાષ્ટ્રભરમાંથી આવતી હોય છે, જેને ધ્યાનમાં રાખી અને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે રાજકોટના લોકમેળામાં ખાણી-પીણી તેમજ રમકડાં અને રાઇડ્સ મળી 300 થી વધુ પ્લોટ્સની ફાળવણી કરવામાં આવતી હોય છે. જેમાં ખાણીપીણીના 15 થી વધુ સ્ટોલ, આઈસ્ક્રીમના 15 થી વધુ સ્ટોલ, રમકડાના 200 થી વધુ સ્ટોલ તેમજ નાની મોટી 50 જેટલી યાંત્રિક રાઈડ્સ અને 40 થી વધુ ચકરડી સહિત 300 થી વધુ પ્લોટ્સ ફાળવવામાં આવે છે. આ વર્ષે જો મેળાનું આયોજન નહિ થાય તો આ તમામની સાથે રસ્તા પર બેસી પાથરણા પાથરી રમકડાં વેચાણ કરતા હજારો લોકોની રોજીરોટી છીનવાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, લોકમેળાની સાથે સાથે ખાનગી મેળાનું પણ આયોજન થતું હોય છે, જે પણ 20 દિવસ સુધી ચાલુ હોય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શરીરમાં ક્યાં જમા થાય છે યુરિક એસિડ, જાણો કયા સ્તરે પર પહોચતા નિયંત્રિત કરવું બની જાય છે મુશ્કેલ

Funny Anniversary wishes - મિત્રો માટે લગ્નની ફની શુભેચ્છા

દૂધ સાથે કરો આ વસ્તુઓનુ સેવન, દૂર થઈ જશે વિટામીન બી12ની કમી

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

વધુ જુઓ..

નવીનતમ

Corona : બિગ બોસ ફેમ શિલ્પા શિરોડકરનો કોરોના પોઝિટિવ, સિંગાપોર-હોંગકોંગ પછી, શું ભારતમાં પણ ફેલાઈ રહ્યુ છે સંક્રમણ ?

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

આગળનો લેખ
Show comments