Webdunia - Bharat's app for daily news and videos

Install App

Weather news- ભીષણ ગરમી, 14 શહેરોમાં પારો 40 ને પાર

Webdunia
ગુરુવાર, 18 એપ્રિલ 2024 (07:48 IST)
weather updates- રાજ્યમાં એકાએક ગરમીનો પારે ઉંચકાતા  લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. સૌરાષ્ટ્રમાં બે દિવસ પહેલાં કમોસમી વરસાદ બાદ ગુજરાત આગની ભટ્ટી બની ગયુ છે. 14 શહેરોમાં તાપમાન 40 પાર રહ્યો અમરેલી સૌથી ગરમ સાથે 44 ડિગ્રી તાપમાનમાં રહ્યુ. 
 
ગુજરાતનું અમરેલીમાં 44 ડીગ્રી સાથે દેશભરમાં સૌથી ગરમ સ્થળ રહ્યું હતું.  જ્યારે રાજકોટમાં 43.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.4 મહુવામાં 43.4 કેશોદમાં 42.7, જૂનાગઢમાં 42.1 અને ભાવનગરમાં 41.7 ડીગ્રી નોંધાયું હતું.
 
ગુજરાતનાં 5 જીલ્લામાં હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને સોમનાથમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા છે. 
 
ઓડિશા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણા, પશ્ચિમ બંગાળમાં તાપમાન 41 ડિગ્રીને પાર થઇ ગયું હતું. ભારતીય હવામાન વિભાગે ઓડિશામાં 18 થી 20 એપ્રિલ સુધી ભીષણ ગરમી પડવાની ચેતવણી આપી છે. 
 
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરનુ તાપમાન 41.3 ડિગ્રીએ પહોંચ્યુ છે. ગરમીની પ્રમાણ દરેક જિલ્લામાં જોવા મળી રહ્યું છે. બુધવાર અને ગુરુવારે ગરમીનો પારો 41થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે. ગરમીનું જોર વધતાં કોર્પોરેશન દ્વારા બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments