Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના નિવૃત્ત CAને શેરબજારમાં રોકાણ કરાવી 1.97 કરોડની છેતરપિંડી આચરનાર ઝડપાયો

Webdunia
શુક્રવાર, 31 મે 2024 (16:33 IST)
fraud case
 આજના ડીજિટલ યુગમાં સાયબર ક્રાઈમના બનાવો વધી રહ્યાં છે. લોકોને લાલચ આપીને રૂપિયા ખંખેરતી ગેંગો સક્રિય થઈ ગઈ છે. અમદાવાદમાં નાગરીકો સાથે Stock vanguard નામની કંપનીના નામે વોટસઅપ દ્વારા સંપર્ક કરીને જુદા જુદા ગ્રુપમાં એડ કરી શેરમાં રોકાણ કરવાની ટીપ આપી મોટી નફો કરાવી આપશે તેવી લાલચ આપવામાં આવતી હતી. તેમજ આ રોકાણ આ ટીપીઓ દ્વારા બનાવેલ ખોટી બનાવટી app.alicexa.com નામની વેબસાઇટમાં ખોટી રીતે આઇ.ડી બનાવડાવી તેના થકી શેરનુ ખરીદ વેચાણ કરાવી તેઓની બનાવટી એપ્લીકેશનમાં ખુબજ ઉચ્ચ વળતર બતાવી બાદમાં આ પૈસા મેળવવા જુદી જુદી ટેક્ષ ભરવાના નામે પૈસા પડાવતી ગેંગના સાગરિતોને સાઇબર ક્રાઇમ દ્વારા પકડી પાડવામાં આવ્યાં છે. 
 
શેરબજારમાં રોકાણ કરાવીને નફાની લાલચ આપતા હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે 14 મેના રોજ અમદાવાદના ફરીયાદીએ ગુનો દાખલ કરાવ્યો હતો.  જેમા અજાણ્યા વ્યકતીઓએ ફેબ્રુઆરી-૨૦૨૪થી આજ દિન સુધી  ગુનાહીત કાવત્રુ રચી stock vanguard નામની કંપનીના સંચાલક કરણવીર ધિલોનના નામે તેમજ સુનીલ સિંઘાનીયાના નામે જુદા જુદા મોબાઇલ નંબર ઉપરથી વોટસઅપ દ્વારા મેસેજ ઉપર ફરીયાદીનો સંપર્ક કરી તેમને જુદા જુદા શેરમાં રોકાણ કરવાની ટીપ આપી મોટો નફો કરાવી આપશે તેવી લાલચ આપી હતી. આ રોકાણ તેમના દ્વારા બનાવેલ ખોટી બનાવટી app.alicexa.com નામની વેબસાઇટમાં આઇ.ડી બનાવડાવી તેના થકી શેરનુ ખરીદ વેચાણ કરાવી અને આ શેર ખરીદ વેચાણ કરવાની પ્રવૃત્તિ કરવાના નામે ફરીયાદીનો વિશ્વાસ કેળવી કુલ એક કરોડ 97 લાખ 40  હજાર રૂપિયા જેટલી રકમ ભરાવીને બાદમાં આ પૈસાનું બેલેન્સ વેબસાઈટમાં બતાવી તેના મારફતે ફરીયાદીને વેબસાઇટમાં શેર ખરીદ વેચાણ કરાવી તેના થકી ફરીયાદી રૂપિયા પાંચ કરોડ કમાયા હતા તેવી ખોટી હકીકત દર્શાવી હતી. 
 
બેંક ખાતુ મલેશિયા તેમજ અન્ય જગ્યાએથી ઓપરેટ થતુ હતું
ફરીયાદીએ આ પૈસા ઉપાડવા જતા તેમને પૈસા પરત નહી આપી ફરીયાદી પાસેથી જુદી જુદી ટેક્ષની રકમ માંગી ફરીયાદીએ મુળ ભરેલ એક કરોડ 97 લાખ 40 હજાર  તેમને પરત નહી આપી તેમની સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરેલ હોવાની ફરીયાદ આપી હતી. ફરીયાદ દાખલ થયા બાદ આરોપી બાબતે ટેકનીકલ માહિતી આધારે તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સી મારફતે તપાસ કરાવી હતી. જેમાં આ ગુનો કરનાર આરોપીઓએ ફરીયાદીને વોડાફોન આઇડીયા કંપનીના આઇપીઓમાં 11 રૂપિયાનો શેર 6 રૂપિયામાં આપશે તેવી હકીકત જણાવી રૂપિયા 1,06,25,000 જે બેંક એકાઉન્ટમાં મેળવેલ તેના ધારકો અને આ ગુનાહીત પ્રવુતી સાથે સંકળાયેલ વેલ ઓર્ગેનાઇઝ ગેંગના સભ્ય ફેનિલકુમાર વિનુભાઇ ગોધાણીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં બેંક ખાતા બાબતે ટેકનીકલ માહિતી મંગાવી તપાસ કરતા આ બેંક ખાતુ મલેશિયા તેમજ અન્ય જગ્યાએથી ઓપરેટ થતુ હોવાનુ જાણવા મળ્યુ હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હાર્ટ એટેકના શરૂઆતના 3 લક્ષણો શું છે? હાર્ટ એટેક આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ આવો જાણો ?

Jya Jya Nazar Mari Thare - જ્યા જ્યા નજર મ્હારી ઠરે, યાદી ભરી ત્યાં આપની

દહી કે છાશ, ગરમીની ઋતુમાં આરોગ્ય માટે શું ખાવું લાભકારી ?

Deemak Control Hacks - ભેજવાળો ઉનાળો આવે તે પહેલા કરો આ 5 કામ, નહીં તો ઉધઈ તમારા ફર્નિચરને કચરા કરી નાખશે

બાળ વાર્તા: ઉંદર અને સિંહ

વધુ જુઓ..

નવીનતમ

આ અભિનેત્રી ધર્મેન્દ્રને પોતાના સસરા માનતી હતી, સ્ક્રીન પર કર્યો તેમની સાથે રોમાન્સ, બની હતી જિતેન્દ્રની ઓન-સ્ક્રીન પત્ની

ગ્રાઉંડ જીરો રિવ્યુ - યોગ્ય સમય પર આવી છે ઈમરાન હાશમીની ફિલ્મ, ગુમનામ હીરોને મળી ઓળખ

ડાયવોર્સના સમાચાર વચ્ચે દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક કરી રહ્યા છે બેબી પ્લાનિંગ, કપલે મૌન તોડ્યુ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

આગળનો લેખ
Show comments