Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતમાં શેરી ગરબાને મંજૂરી - ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય

ગુજરાતમાં શેરી ગરબાને મંજૂરી  -   ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય
, શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (19:40 IST)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આગામી નવરાત્રિ તહેવારો તેમજ લગ્ન પ્રસંગોની સાંસ્કૃતિક ધરોહર મુજબ ઉજવણી થાય તે હેતુથી અને આવા પ્રસંગો સાથે સંકળાયેલા નાના વ્યવસાયકારોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને જનહિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. 

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, આવતીકાલથી રાત્રે કરફ્યૂનો સમય 1 કલાક વધારવામાં આવ્યો છે. હવેથી રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ રહેશે.
 
આ સિવાય આગામી સમયમાં આવનારા નવરાત્રિના તહેવારોને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. જો કે ક્લબ અને પાર્ટી પ્લોટોમાં ગરબા રમવાની પરવાનગી  આપવામાં આવી નથી.
 
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે યોજેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે. 
 
- મુખ્યમંત્રીએ લીધેલા આ નિર્ણયો અનુસાર રાજ્યના જે ૮ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કરફયુ અમલમાં છે ત્યાં તા.રપ/૯/ર૦ર૧ના રાત્રિના ૧ર કલાકથી તા.૧૦/૧૦/ર૦ર૧ સવારે ૬ વાગ્યા સુધી દરરોજ રાત્રિ કરફયુ અમલમાં રહેશે. 
 
- રાત્રિ કરફયુની સમય મર્યાદા અત્યારે રાત્રિના ૧૧ થી સવારે ૬ વાગ્યા સુધીની છે તેમાં એક કલાકનો ઘટાડો કરીને હવે રાત્રિના ૧ર થી ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયું રહેશે.  
 
- આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફલેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. 
 
- લગ્ન પ્રસંગોમાં  અગાઉ ૧૫૦ વ્યક્તિઓની જે મર્યાદા હતી તેમાં વધારો કરીને હવે ૪૦૦ વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી છે. 
 
- આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેકસીનના  બે ડોઝ લીધા હોય  તે હિતાવહ રહેશે 
 
- આવા આયોજનોમાં લાઉડ સ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. 
 
- રાજ્યમાં  પાર્ટી પ્લોટ, કલબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શીયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહિ. 
 
- અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની ૪૦ વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે. 
 
-રાજ્યમાં રેસ્ટોરન્ટ રાત્રિના ૧૦ કલાક સુધી અગાઉ ક્ષમતાના ૬૦% સાથે ચાલુ રાખવાની મંજૂરી હતી તેમાં વધારો કરીને હવે ક્ષમતાના ૭પ% સાથે ચાલુ રાખી શકાશે. 
 
- રાજ્યમાં જાહેર બાગ બગીચા અગાઉ રાત્રિના ૯ વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતાં તે પણ હવે રાત્રિના ૧૦ વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે.


મુખ્યમંત્રીની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. સૂત્રોના હવાલેથી મળતી માહિતી અનુસાર રાત્રી કરફ્યુ હળવો કરવાના સંકેત મળી રહ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવરાત્રિને ધ્યાનમાં રાખતાં રાત્રીના 12 થી સવાર ના 6 વાગ્યા સુધી કરફ્યુ લાદવામાં આવી શકે છે. એટલે કે કરફ્યુમાં એક કલાકની છુટ આપવામાં આવશે. 
 
આ ઉપરાંત શેરી ગરબા ને આપવામાં પરવાનગી આપવામાં આવશે. જોક કલબ પાર્ટીપ્લોટમાં ગરબાને મંજૂરી નહી. આ અંગે ટૂંક સમયમાં ગૃહ વિભાગ સત્તાવાર જાહેરાત કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

RCB vs CSK: શારજાહમાં આરસીબીના વિરુદ્ધ ધોની બેટથી મચાવશે ધમાલ, આંકડા આપી રહ્યા છે પુરાવા