baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત હાઇકોર્ટની ટકોર, ફાયર સેફટી વગરની ઇમારતો સીલ કરવામાં આવે

Gujarat High Court
, શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (17:36 IST)
રાજ્યની અનેક હોસ્પિટલોમાં ફાયર સેફટીના અભાવે નિર્દોષોના જીવ જતા ગુજરાત હાઇકોર્ટમાં છેલ્લા કેટલાક સમયથી ફાયર સેફ્ટી મુદ્દે સુનાવણી ચાલી રહી છે . ગુજરાત હાઇકોર્ટે મહત્વનું અવલોકન કર્યું હતું કે ફાયર સેફટી વગરની અને બી.યુ. વગરની ઇમારતો સીલ કરવામાં આવે. કાયદાના શાસનમાં લાગણીઓને અને ભાવનાઓને અવકાશ નથી. જો કાયદાનું પાલન કરવામાં વાંધો હોય એવા તમામ સામે કડક પગલાં લેવા જરૂરી છે. એડવોકેટ જનરલે કહ્યું કે ઘણા ઘર્ષણની સ્થિતિ થશે. કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટના હુકમ બાદ કોઈ અવકાશ નથી
 
અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજ્યની અન્ય હોસ્પિટલોમાં ફાયર સેફટીના અભાવે નિર્દોષોના જીવ જતા કેટલાક સમયથી ફાયર સેફ્ટી મુદ્દે સુનાવણી ચાલી રહી છે. આજે ફરીવાર આ મુદ્દે સુનાવણી થતાં કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે સરકારને સ્પષ્ટ કહ્યું કે, કાયદાનું પાલન લાગણીઓ અને ભાવનાઓથી નથી થતું. કોર્ટે રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને ટકોર કરી હતી કે, બીયુ પરમિશન અને ફાયર સેફટી ન હોય તેવી તમામ ઇમારતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.સુપ્રીમ કોર્ટે 8 જુલાઈ 2022 સુધી ફાયર સેફ્ટીના અમલીકરણ માટેની અરજી ફગાવી
 
આજે સુનાવણી દરમિયાન કોર્ટે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, કાયદાની અમલવારી જરૂરી છે રાજ્યમાં ઝડપથી ફાયર સેફટી ઊભી થાય તે માટે પ્રશાસન કાર્યવાહી કરે. વધુ સુનાવણી 9 ઓક્ટોબરે હાથ ધરાશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જામનગર: જોડિયામાં 7.5 ઈંચ વરસાદ, મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ કરી