Biodata Maker

રાપરમાં 24 કલાકમાં 12 ઈંચથી વધુ વરસાદ ખાબકતા લોકોને હાલાકી

Webdunia
સોમવાર, 8 સપ્ટેમ્બર 2025 (11:19 IST)
સવારના 6થી 8 વાગ્યા દરમિયાન કચ્છના રાપરમાં દોઢ ઇંચથી વધુ વરસાદ અને બનાસકાંઠાના ભાભરમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાથે જ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર તાલુકામાં સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ જામશે, જેમાંથી ખાસ કરીને આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. 3 દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.
 
જ્યારે બીજી બાજુ કચ્છમાં પણ મેઘરાજાએ તાંડવ કર્યાની માહિતી મળી છે. કચ્છના રાપરમાં છેલ્લા 24 કલાકમાં 12.48 ઈંચ વરસાદ ખાબકી જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. વાહનચાલકોને ખાસ કરીને ટુરિસ્ટને પણ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ  તાપી, પાટણ, વલસાડના અમુક તાલુકામાં 4.50 ઈંચ તો અમદાવાદ-ગાંધીનગરમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. 
rapar rain
બનાસકાંઠાના સુઈગામમાં 24 કલાકમાં 16.14 ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર સર્જાયો છે. સમગ્ર પંથકનું તમામ પાણી નડાબેટ રણ વિસ્તારમાં સમાતા અહીં રણમાં દરિયાના મોજા ઊછળતા હોય એમ ભયાવહ માહોલ સર્જાયો છે. નડાબેટ ટૂરિઝમ સાઈડ પણ પાણીમાં ગરકાવ થવાથી ભારે નુકસાની થયાનો અંદાજ છે.

ભારે અને અવિરત વરસાદને પગલે સુવઇથી ગવરીપરને જોડતો મુખ્ય પુલ તૂટી પડ્યો છે, પુલ તૂટી પડવાથી રાપર અને આસપાસના અનેક ગામડાઓનો સંપર્ક તૂટી ગયો છે, જે ગ્રામજનો માટે મોટી મુશ્કેલી બની રહી છે. સત્તાવાળાઓએ લોકોને નદી કે નાળા નજીક ન જવાની અપીલ કરી છે અને ચેતવણી અપાઈ છે કે વધુ વરસાદની સંભાવના હોવાથી સતર્ક રહેવું જરૂરી છે
 
રણમાં ભરાયેલા વરસાદી પાણી દરિયાની મોજાઓની જેમ રસ્તા પર ઉછળતા અદભૂત દૃશ્યો માણવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતાં. સામાન્ય રીતે સૂકો રહેતો રણપ્રદેશ ભારે વરસાદના કારણે જળબંબાકાર બની ગયો છે. પાણીની લહેરો અને પવનના કારણે આ વિસ્તાર દરિયાકિનારા જેવો લાગી રહ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Makhana Rabri Recipe- ડિનર ઝડપથી તૈયાર કરો ક્રીમી મખાના રબડી, મહેમાનો પણ રેસીપી માંગશે

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - સૂર્ય પર લેકચર

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

આગળનો લેખ
Show comments