Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટમાં શરમજનક ઘટના: પાડોશી રિક્ષાચાલકે 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ; 7 માસનો ગર્ભ રહેતા પોક્સો હેઠળ ધરપકડ

rajkot crime news
રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરા સાથે દુષ્કર્મની એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. પાડોશમાં જ રહેતા એક રિક્ષાચાલકે 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પાશવી કૃત્યના કારણે સગીરા ગર્ભવતી બનતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પીડિતાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં ગુનો નોંધી આરોપી રિક્ષાચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

15 વર્ષની સગીરા પર પાડોશી રિક્ષાચાલકનું દુષ્કર્મ

રાજકોટ શહેર એસીપી બારીયાના જણાવ્યા અનુસાર, કેટરિંગમાં મજૂરી કામ કરતી મહિલાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં આવીને પોતાની 15 વર્ષની પુત્રી સાથે થયેલા અત્યાચાર અંગે ફરિયાદ નોંધાવી હતી. ધોરણ 9 સુધી અભ્યાસ કરનારી આ સગીરાને પાડોશમાં રહેતા રહેમાન સોહિલ શેખ નામના રિક્ષાચાલકે પ્રેમની ઝાળમાં ફસાવી હતી. આરોપીએ સગીરાને અલગ-અલગ સમયે પોતાના ઘરે ચાર વખત બોલાવીને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેના કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી.
 

પરિચયનો ગેરલાભ ઉઠાવી ચાર વખત આચર્યું કૃત્ય

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ, આશરે એક વર્ષ પહેલાં પાડોશમાં રહેતા હોવાના નાતે આરોપી અને સગીરા વચ્ચે પરિચય થયો હતો. વાતચીત વધતાં આરોપીએ સગીરાને પોતાની જાળમાં ફસાવી લીધી હતી. એક રાત્રે આરોપીએ તેને પોતાના ઘરે બોલાવીને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પણ નરાધમ રહેમાને વધુ ત્રણ વખત સગીરાને પોતાના ઘરે બોલાવી શારીરિક શોષણ કર્યું હતું.
 

સગીરા ગર્ભવતી બનતા મામલો સામે આવ્યો

થોડા સમય પહેલાં સગીરાનું પેટ ઉપસી આવતા તેની માતાને શંકા ગઈ હતી. માતાએ પુત્રીની તબીબી તપાસ કરાવતા તે ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ વાત સામે આવતા જ પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ પરિવારે તાત્કાલિક ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પહોંચીને નરાધમ રિક્ષાચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ

ફરિયાદ મળતા જ ગાંધીગ્રામ પોલીસે તાત્કાલિક પોક્સો (POCSO) અને દુષ્કર્મની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપી રહેમાન સોહિલ શેખની અટકાયત કરી લીધી છે. તબીબી તપાસ દરમિયાન સામે આવ્યું છે કે સગીરાને સાત માસનો ગર્ભ છે, જેના કારણે હાલ તેને ગર્ભપાત કરાવી શકાય તેમ પણ નથી. પોલીસે આરોપીનું મેડિકલ ચેકઅપ કરાવી આગળની આકરી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગૃહમંત્રીના પડકાર, "મને અમિત શાહનું નિવેદન સાંભળવામાં રસ નથી." પર રાહુલ ગાંધીનો તીખો જવાબ.