Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યમાં સરેરાશ ૧૦૯.૯૯ ટકા વરસાદ, ૨૨ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ ૭૨ જળાશયો છલકાયા, સરદાર સરોવરમાં ૯૧.૨૬ ટકા પાણીનો સંગ્રહ

Webdunia
સોમવાર, 9 સપ્ટેમ્બર 2019 (13:24 IST)
રાજ્યમાં સરેરાશ ૧૦૯.૯૯ ટકા વરસાદ, ૨૨ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ
૭૨ જળાશયો છલકાયા, સરદાર સરોવરમાં ૯૧.૨૬ ટકા પાણીનો સંગ્રહ
ગાંધીનગર: ચોમાસાની ઋતુમાં રાજ્યભરમાં સરેરાશ ૧૦૯.૯૯ ટકા વરસાદ વરસ્યો છે. ગુજરાત રાજ્યના ૨૨ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ થવાથી ખેડૂતોમાં હર્ષોલ્લાસની લાગણી છવાઇ છે. જેના પરિણામે રાજ્યમાં ૭૨ જળાશયો છલકાયા છે.ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યના ૨૨ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં ભરૂચમાં ૧૪૬.૧૯ ટકા, છોટા ઉદેપુરમાં ૧૪૨.૭૨ ટકા, કચ્છમાં ૧૪૦.૯૯ ટકા, જામનગરમાં ૧૩૭.૪૭ ટકા, બોટાદમાં ૧૩૫.૩૩ ટકા, મોરબીમાં ૧૩૨.૧૫ ટકા, નર્મદામાં ૧૨૪.૫૭ ટકા, વલસાડમાં ૧૨૦.૨૦ ટકા, સુરતમાં ૧૧૯.૯૨ ટકા, સુરેન્દ્રનગરમાં ૧૧૭.૮૨ ટકા, પંચમહાલમાં ૧૧૫.૭૮ ટકા, રાજકોટમાં ૧૧૦.૨૩ ટકા, નવસારીમાં ૧૧૦.૧૮ ટકા, ભાવનગરમાં ૧૦૭.૬૧ ટકા, જૂનાગઢમાં ૧૦૬.૭૯ ટકા, આણંદમાં ૧૦૬.૪૯ ટકા, તાપીમાં ૧૦૬.૪૫ ટકા, વડોદરામાં ૧૦૩.૩૪ ટકા, દેવભૂમિદ્વારકામાં ૧૦૨.૧૭ ટકા અને ખેડામાં ૧૦૧.૩૫ ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના ૨૧ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના ૧૫૬ તાલુકાઓમાં બે ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાનું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવ્યું છે.
 
રાજ્યમાં સરેરાશ ૧૦૯.૯૯ ટકા વરસાદ થવાથી રાજ્યના ૨૦૪ જળાશયોમાં પાણીનો સંગ્રહ ૮૧.૫૪ ટકા થયો છે. રાજ્યના ૭૨ જળાશયો છલકાયા છે. ૬૨ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૨૩ જળાશયો ૫૦ થી ૭૦ ટકા ભરાયા છે. સરદાર સરોવરમાં પાણીનો સંગ્રહ ૩૦૪૮૮૮.૫૨ એમ.સી.એફ.ટી. છે. જે કુલ સંગ્રહશક્તિના ૯૧.૨૬ ટકા છે.
 
રાજ્યના ૮ જળાશયોમાં ૧૦,૦૦૦ ક્યુસેકથી વધુ પાણીની આવક થઇ રહી છે. સરદાર સરોવરમાં ૩,૮૮,૫૯૨ ક્યુસેક આવક છે, જેની સામે ૩,૨૮,૭૩૧ કયુસેક જાવક છે. ઉકાઇમાં ૫૫,૭૨૬ ક્યુસેક આવક છે, જેની સામે ૫૪,૫૨૬ કયુસેક જાવક છે. વણાકબોરીમાં ૪૮,૪૩૮ ક્યુસેક આવક છે, જેની સામે ૪૬,૫૩૮ કયુસેક જાવક છે. કડાણામાં ૪૭,૭૧૨ ક્યુસેક આવક છે, જેની સામે ૫૭,૫૮૬ કયુસેક જાવક છે. દમણગંગામાં ૨૦,૨૩૫ ક્યુસેક આવક છે, જેની સામે ૯,૧૦૭ કયુસેક જાવક છે. આજી-૪માં ૧૧,૧૯૨ ક્યુસેક આવક છે, જેની સામે ૧૧,૧૯૨ કયુસેક જાવક છે. હીરણ-રમાં ૧૦,૩૫૧ ક્યુસેક આવક છે જેની સામે ૧૦,૩૫૧.૪ કયુસેક જાવક છે. જ્યારે ઉંડ-૧માં ૧૦,૨૬૮ ક્યુસેક આવક છે, જેની સામે ૧૦,૨૬૮ કયુસેક જાવક છે.
 
ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૪૮.૬૬ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૫.૮૨ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૮૭.૧૫ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૫.૩૭ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૭૫ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

Animal Viral Video: ચમત્કારી ગાય! દુકાન માલિકએ જણાવ્યુ કેવી રીતે ગૌ માતાની કૃપા વરસે છે

પીએમ મોદી ગુજરાતમાં સૂર્ય ઘર યોજનાના લાભાર્થી સાથે કરી વાત, તમે પણ જાણી લો આ યોજનાનો લાભ લેવા શુ કરવુ ?

પરણિત યુવકે 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ખાનગી ફોટા બતાવીને બ્લેકમેલ કરતો હતો

આગળનો લેખ
Show comments