Festival Posters

ગરબા અને દાંડિયા રાસના થનથનાટ વચ્ચે વરસાદ પણ બોલાવશે રમઝટ

Webdunia
શનિવાર, 20 સપ્ટેમ્બર 2025 (18:43 IST)
ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં થોડા દિવસોથી વરસાદનું જોર ઘટ્યું છે. જોકે હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા જોવાઈ રહી છે.
 
એકાદ અઠવાડિયા અગાઉ ધોધમાર વરસાદનો સામનો કરનાર રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હાલ છૂટોછવાયો અને ધીમી ધારે વરસાદ પડતો દેખાઈ રહ્યો છે.
 
ચોમાસું હવે વિદાય તરફ આગળ વધી ચૂક્યું છે ત્યારે ફરી એક વાર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે.
 
નોંધનીય છે કે ગુજરાતમાં આગામી 22 તારીખથી આસો નવરાત્રિની શરૂઆત થવાની છે. ત્યારે આગાહી પ્રમાણે નવરાત્રિના શરૂઆતના દિવસોમાં કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે
 
ભારતના હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ ખાતે આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
 
આવી જ રીતે રવિવાર, સોમવાર અને મંગળવારે પણ સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાનાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.
 
20 સપ્ટેમબરે દીવ, દમણ, દાદર અને નગરહવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે.
 
તેમજ આ જ દિવસે ભરૂચ અને સુરત જિલ્લામાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મૂળા સાથે આ વસ્તુઓ ખાશો તો તમારા શરીરમાં ફેલાશે ઝેર

શું તમે હજુ સુધી ટામેટા અને લીલા મરચાંની કઢી બનાવી નથી? હમણાં જ ટ્રાય કરો, રેસીપી અહીં વાંચો

Mamera Vidhi- લગ્નમાં મામેરા સમારંભમાં મામાને જ શા માટે આમંત્રણ આપવામાં આવે છે?

કેન્સર બન્યુ જીવલેણ, અહી જાણો Cancer થી બચવા માટે શુ ખાવુ શુ નહી

Burning With Urination- પેશાબ કરતી વખતે બળતરા થાય તો શું કરવું જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

સુઝાન ખાન અને ઝાયેદની માતાનું 81 વર્ષની વયે અવસાન; પરિવારે શોક વ્યક્ત કર્યો

Katrina Kaif Baby Boy - વિક્કી કૌશલ અને કેટરીના કૈફે આપ્યા ગુડ ન્યુઝ, 42 વર્ષની વયે માતા બની કેટરીના કેફ

બોલિવૂડ ગાયિકા સુલક્ષણા પંડિતનું 71 વર્ષની વયે અવસાન, તેમના કાકા જસરાજ હંસ પણ એક પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક હતા

ગુજરાતી જોક્સ - બે વાગ્યે

આગળનો લેખ
Show comments