રાધનપુરના શેરગઢ ગામે ચૌધરી સમાજની એક યુવતી પર થયેલા હિચકારા હુમલાના આરોપીઓને સજા કરવાની માંગ સાથે આજે રાધનપુરની આદર્શ વિદ્યાલય ખાતે આજે ચૌધરી સમાજની બેઠક યોજાઇ હતી. જેમાં આવતીકાલે રાધનપુર બંધનું એલાન અને રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો
રાધનપુરના શેરગઢ ગામે ચૌધરી સમાજની યુવતી પર થયેલો હુમલો અને ધંધુકા ખાતે ભરવાડ સમાજના યુવાનના હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માંગ મામલે રાધનપુરની આદર્શ વિદ્યાલય ખાતે આજે ચૌધરી સમાજની બેઠક યોજાઇ હતી. જેમાં આવતીકાલે રાધનપુર બંધનું એલાન અને રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
રાધનપુર તાલુકાના શેરગઢ ગામે વિધર્મી શખ્સે ચૌધરી સમાજની યુવતી પર તેના ઘરમાં ઘૂસીને છરી વડે હુમલો કરવા મામલે ચૌધરી સમાજના અગ્રણીઓની ઉપસ્થીતીમાં હિન્દુ સમાજની એક બેઠક આદર્શ વિદ્યાલય ખાતે યોજાઇ હતી. જેમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, આવતીકાલે રાધનપુર સજ્જડ બંધ રાખવું અને રાધનપુર આદર્શ વિદ્યાલયથી સવારે 11 કલાકે મહારેલી યોજી આવેદનપત્ર આપવું.
આ સાથે ધંધુકા ખાતે થયેલા હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માંગ સાથે ભરવાડ સમાજ પણ આ રેલીમાં જોડાશે. આમ ચૌધરી સમાજ અને ભરવાડ સમાજની આ મહારેલીમાં સમસ્ત હિન્દુ સમાજ જોડાશે તેવું સાગરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.