મુંબઇ પોલીસે અશ્લીલ ફિલ્મો બનાવનાર ગેંગ સંબંધિત કેસ મામલે ફિલ્મ શૂટ કરનાર નિર્દેશકની ધરપકડ કરનાર નિર્દેશકની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે એક અભિનેત્રી સહિત અત્યાર સુધી નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે જણાવ્યું કે ગત અઠવાડિયે અશ્લીલ ફિલ્મ બનાવનાર ગેંગનો પર્દાફાશ થયો હતો.
તેમણે જણાવ્યું કે શહેરની ક્રાઇમ બ્રાંચએ 40 વર્ષીય નવા આરોપીને મંગળવારે ગુજરાતના સુરતથી દબોચી લીધા છે. અધિકારીએ જણાવ્યું કે આરોપી કલાકારોની નગ્ન ફિલ્મોનું નિર્દેશન કરતા હતા અને તેમને ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મોને મોકલી દે છે. અધિકારી જણાવ્યું કે આ આરોપી એક વર્ષથી આવા કૃત્યોમાં સંલિપ્ત હતા. તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા તેમને 15 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા.
ગત અઠવાડિયે પોલીસે માલવાની વિસ્તારના મઢ સ્થિત આવેલા એક બંગલા પર રેડ પાડી હતી અને મોડલો અને કલાકારો અશ્લીલ ફિલ્મો બનાવનાર ગેંગનો ભંડાફોડ કર્યો હતો. તે સોશિયલ મીડિયા એપ અને વેબસાઇટ પર આ અશ્લીલ ફિલ્મોને અપલોડ કરે છે. અધિકારીએ જણાવ્યું કે શરૂમાં તો પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પછી બીજા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી. તેમણે જણાવ્યું કે ધરપકડ કરવામાં આવેલા લોકોમાં એક અભિનેત્રી અને વિદેશી પ્રોડક્શન હાઉસનું એક પ્રતિનિધિ સામેલ છે.
અધિકારી જણાવ્યું કે એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેને અશ્લીલ ફિલ્મોમાં કામ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. તેની ફરિયાદ પર પોલીસ ફરિયાદ નોંધી છે. અત્યાર સુધી બે ફરિયાદ નોંધાવી છે. ગત અઠવાડિયે રેડમાં પોલીસે છ મોબાઇલફોન, એક લેપટોપ, મેમરી કાર્ડ અને 5.86 લાખ રૂપિયાની કિંમતના અન્ય ઉપકરણ જ્પ્ત કર્યા હતા.