Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

હરિયાણામાં 8 લોકોની હત્યા કરી ફરાર આરોપી ગુજરાતથી પકડાયો

હરિયાણામાં 8 લોકોની હત્યા કરી ફરાર આરોપી ગુજરાતથી પકડાયો
, ગુરુવાર, 11 ફેબ્રુઆરી 2021 (13:24 IST)
જમીન વિવાદના લીધે હરિયાણામાં પૂર્વ ધારાસભ્ય તથા તેમના પરિવારના 8 લોકોની હત્યા કરી ફરાર સંજીવ ઉર્ફે ઓમ આનંદગિરીને અંબાલા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ તથા મેરઠ પોલીસે સાધુના વેશમાં અમરેલીથી ધરપકડ કરી છે. 
 
સામુહિક હત્યાકાંડનો આરોપી સંજીવ ઉર્ફે ઓમ આનંદગિરી અમરેલી રાજુલામાં છતલિયા આશ્રમ બનાવી રહેતા હતા. હિસાર બરવાલાના પૂર્વ ધારાસભ્ય રેલુરામ પૂનિયા તથા સાત અન્ય પરિવારના સભ્યોની સંજીવે પોતાની પત્ની સોનિયા સાથે મળીને 23 ઓગસ્ટ 2001માં એક ફાર્મ હાઉસ પર હત્યા કરી દીધી હતી. 
 
સોનિયાના જન્મદિવસ પર આ તમામ પરિજનોને ફાર્મહાઉસ પર બોલાવી સોનિયા તથા સંજીવે પહેલાં તેમને નશીલા પદાર્થ ખવડાવી બેભાન કરી દીધી તથા બાદમાં એક-એકના માથામાં સળીયા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા. હત્યાઓએ આ દરમિયાન જોરદાર આતશબાજી કરી જેથી આ ભયાનક હત્યાકાંડની કોઇને ખબર ન પડે. 
 
હત્યાના આરોપમાં બંને સ્થાનિક કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી, ત્યારબાદ આજીવન કેદમાં બદલી દેવામાં આવી હતી પરંતુ જૂન 2018માં પેરોલ પર છૂટીને સંજીવ ત્યાંથી ભાગીને ગુજરાત આવી ગયો હતો. અંબાલા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ તથા મેરઠ પોલીસે તેને મેરઠ હાઇવે પર દબોચી લીધો, પછી પૂછપરછમાં ખબર પડી કે તે ગુજરાતના આશ્રમમાં સાધુના વેશમાં છુપાયેલો હતો.
 
રાજુલાના આશ્રમના મહંતનું 5 વર્ષ પહેલાં નિધન થઇ ગયું હતું. પંજાબમાં તેના ગુરૂભાઇ ઇશ્વરાનંદના માધ્યમથી સંજીવ ત્યાં પહોંચ્યો હતો. અમરેલીના રાજુલા ગામના છતલિયા આશ્રમમાં સાધુ વેશમાં છુપાયેલો રહ્યો. 23 ફેબ્રુઆરી 2020 ના રોજ સંજીવ ઉર્ફે આનંદગિરીએ અહીં કૃષિ મહોત્વનું પણ આયોજન કર્યું હતું જેમાં ગુજરાત રાજ્યપાલ તથા ઘણા સાધુ સંતોને આમંત્રિત કર્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હિનાથી માંડીને 'ગીતા રબારી' અને 'ડિમ્પલ કાપડિયા' લડશે ચૂંટણી