Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં દિલ્હીની જેમ પ્રદૂષણ ભયજનક સ્તરે, હવા શ્વાસ લેવા માટે યોગ્ય નથી

Webdunia
ગુરુવાર, 16 નવેમ્બર 2017 (11:51 IST)
દિલ્હી પછી હવે અમદાવાદમાં પ્રદૂષણનું પ્રમાણ ભયજનક કક્ષાએ પહોંચ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એડવાઈઝરીમાં ગુરુવારે અમદાવાદમાં પ્રદૂષણની માત્રા (એર કવોલિટી ઈન્ડેક્સ) 311 (અતિ ખરાબ) રહેવાની આગાહી વ્યકત કરી છે.  આ કારણથી શહેરની 100 ખાનગી સ્કૂલોમાં પહેલીવાર લાલ ફલેગ ફરકાવી વિદ્યાર્થીઓને એલર્ટ આપવામાં આવશે. 

અમદાવાદ માટે એર ક્વૉલિટી ઈન્ડેક્સ આજે 311 રહેવાનું અનુમાન હતું, જોકે હવે આ એલર્ટની તીવ્રતામાં ઘટાડો કરાયો છે.  બુધવારે દિલ્હીનો એર ક્વૉલિટી ઈન્ડેક્સ 359 હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિસ્ટમ ઓફ એર ક્વૉલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચના એર મોનિટરિંગ સ્ટેશન્સના અહેવાલ પર આધાર રાખીને બુધવારે શહેરીજનોને પ્રદુષણના વધુ પડતા સ્તર માટે તૈયાર રહેવા માટે સલાહ આપી હતી. બુધવારે અમદાવાદમાં AQI વધીને 290 સુધી પહોંચ્યો હતો. આ એર ક્વૉલિટી ઈન્ડેક્સ 2.5 માઈક્રોન્સ પાર્ટિક્યુલેટ મેટર માટે હતો.  AMC દ્વારા ઈશ્યુ કરાયેલ એડવાઈઝરીમાં જણાવાયું હતું કે, ‘અમદાવાદ માટે ગુરુવારે AQI 311 રહેવાનું અનુમાન છે. જે અત્યંત ખરાબ ગુણવત્તાનું સ્તર છે. હવાની આ ખરાબ ગુણવત્તાનું અસર બાળકો, વૃદ્ધો અને હૃદયરોગીઓ પર ખાસ પડી શકે છે. જેથી આવા લોકોએ વધારે પડતા પ્રદુષણગ્રસ્ત વિસ્તારોમાં જવાનું આજના દિવસ પુરતું ટાળવું જોઈએ અને પ્રદુષણથી બચવા માટેના તમામ જરુરી પગલા લેવા જોઈએ.’

જો કે આ અંગે ગુજરતા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના અધિકારીઓએ આ સમસ્યા આટલી ગંભીર હોવાની વાતથી ઈનકાર કર્યો હતો.  આજે અમદાવાદનો AQI 290ના સ્તરે છે જ્યારે દિલ્હીનો AQI 359ના સ્તરે છે. જેથી કહીં શકાય કે પરિસ્થિતિ એટલી બધી ગંભીર નથી.  AMC દ્વારા ઈશ્યુ કરાયેલ આ એડવાઈઝરીમાં સ્કૂલો માટે અલગથી કોઈ જ સલાહ આપવામાં આવી નથી.ભાવિન સોલંકીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, ‘અમે સ્કુલોમાં પ્રદુષણના વધતા સ્તરને લઈને અવારનવાર પ્રોગામ્સ કરતા રહીએ છીએ. તેમજ સ્કુલ્સ દ્વારા પણ એર ક્વૉલિટીને સંલગ્ન રંગનો ધ્વજ ફરકાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.’

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

આગળનો લેખ
Show comments