Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમદાવાદના ડોક્ટરના ગાયનેક કેન્સર અને બાઉલ એન્ડોમેટ્રીઓસીસ અંગેના બે અભ્યાસ આંતરરાષ્ટ્રિય જર્નલ્સમાં થયા પ્રસિધ્ધ

અમદાવાદના ડોક્ટરના ગાયનેક કેન્સર અને બાઉલ એન્ડોમેટ્રીઓસીસ અંગેના બે અભ્યાસ આંતરરાષ્ટ્રિય જર્નલ્સમાં થયા પ્રસિધ્ધ
, ગુરુવાર, 30 માર્ચ 2023 (13:40 IST)
અમદાવાદના ડોક્ટરના ગાયનેક કેન્સર અને બાઉલ એન્ડોમેટ્રીઓસીસની સારવાર અંગે પાયાની ટેકનિક્સ વિકસાવતા બે અભ્યાસ પ્રતિષ્ઠીત આંતરરાષ્ટ્રિય જર્નલ્સમાં પ્રસિધ્ધ થયા છે. ઈવા વિમેન્સ હોસ્પિટલ અને એન્ડોસ્કોપી સેન્ટરના અગ્રણી લેપ્રોસ્કોપીક અને ઓન્કોલોજી સર્જન- ડો. દિપક લિમ્બાચીયા અને તેમની ટીમે આ ટેકનિક્સ વિકસાવી છે. ડો. દિપક લિમ્બાચીયાએ ઈન્ટરનેશનલ કેન્સર ગાઈડલાઈન્સ મુજબના સંપૂર્ણ લેપ્રોસ્કોપીક સર્જીકલ મેનેજમેન્ટ ઉપર વ્યાપક અભ્યાસ અને કામગીરી કરી છે. 
 
ઓન્કોલોજી પેપરઃ
ભારતની વસતિમાં અને ખાસ કરીને મહિલાઓમાં સર્વાઈકલ કેન્સર વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. એન્ડોમેટ્રીયલ કેન્સર એ પશ્ચિમની દુનિયામાં મહિલાઓમાં ખૂબ જ સામાન્યપણે જોવા મળતું જાતિય કેન્સર છે. એક ઉપલબ્ધ આંકડા મુજબ વર્ષ 2020માં  6,04,127 મહિલાઓમાં સર્વાઈકલ કેન્સર જોવા મળ્યું હતું અને 3,41,831 મહિલાઓ આ બિમારીને કારણે દુનિયામાં મોતનો ભોગ બની હતી. 
 
ભારત માટેના ગ્લોબોકન 2020ના આંકડાઓ મુજબ એ વર્ષ દરમ્યાન 1,23,907 કેસ નોંધાયા હતા. 45,000 મહિલાઓના મૃત્યુ વર્ષ 2019માં નોંધાયા હતા. આ માત્ર ગાયનેકોલોજીકલ બિમારી છે કે જેના માટે સરકારી કાર્યક્રમો ચલાવવામાં આવે છે કે જેથી રોગને શરૂઆતના તબક્કે પારખી શકાય અને યોગ્ય સારવાર આપી શકાય.
ડો. લિમ્બાચીયા અને તેમની ટીમે નવતર પ્રકારની ટેકનિક વિકસાવી છે, જેના ખૂબ જ બહેતર પરિણામો મળ્યા છે અને સાથે સાથે વ્યાપક નિદાન થઈ શક્યું છે. જેમાં સર્વાઈકલ અને એન્ડોમેટ્રીયલ કેન્સર સર્જરી પૂર્વે યોનિમાર્ગ બંધ કરવામાં આવે છે. જેના કારણે પેટ અને યોનિમાર્ગમાં ગાંઠના કોષ આગળ વધતા અટકે છે. આના પરિણામે રોગ આગળ વધતો અટકે છે.
 
 ડો. લિમ્બાચીયાનો અભ્યાસને “Vaginal Closure before colpotomy with Endo-staplers to prevent tumor spillage in Laparoscopic surgeries for Gynecological malignancies: Rationale and Technique”  જર્નલ ઓફ સોસાયટી ઓફ લેપ્રોસ્કોપીક એન્ડ રોબાટીક સર્જીન્સની પબ મેડ જર્નલમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.
આ અભ્યાસનો ઉદ્દેશ એન્ડોમેટ્રીક કેન્સરની લેપ્રોસ્કોપીક સર્જરી વખતે એન્ડોસ્ટેપલર્સ વડે યોનિમાર્ગ બંધ કરીને ગાંઠને આગળ વધતી અટકાવવાનો છે. આ પ્રક્રિયાના સારાં પરિણામો પ્રાપ્ત થયા છે.
 
ડો. લિમ્બાચીયાનો વધુ એક અભ્યાસ Surgico-pathological Outcomes and Survival in Carcinoma Body Uterus: A Retrospective Analysis of Cases Managed by Laparoscopic Staging Surgery in Indian Women – પણ પબ મેડ ઈન્ડેક્સ જર્નલ “Gynecology and Minimally Invasive Therapy” માં પ્રસિધ્ધ થયો છે. અમારી જાણ મુજબ આ અભ્યાસ એન્ડોમેટ્રીકલ કાર્સિનોમાં લેપ્રોસ્કોપીક સર્જરીના સર્જીકલ અને પેથોલોજીકલ પરિણામોનું વિશ્લેષણ કરતો ભારતમાં કરાયેલું પ્રથમ સર્વેક્ષણ છે. 
 
એન્ડોમેટ્રીઓસીસ પેપર
એન્ડોમેટ્રીઓસીસ એ એક એવો રોગ છે કે જેમાં ગર્ભાશયની લાઈનીંગ જેવા જ  કોષ ગર્ભાશયની બહાર વિકસે છે, જેથી દુઃખાવો અથવા તો વંધ્યત્વ ઉદ્દભવે છે. આ સ્થિતિ દુનિયાભરમાં 10 ટકા (19 કરોડ) મહિલાઓ અને કન્યાઓમાં બાળક પેદા થવાના ગાળા દરમ્યાન જોવા મળે છે. આ એક જટિલ અને પિડાદાયક રોગ છે કે જેમાં માસિકના સમય દરમ્યાન, સંભોગ અને બાઉલના હલનચલન અથવા તો પેશાબ કરતી વખતે લાંબા સમય સુધી દર્દ રહેતું હોય છે. આ ઉપરાંત પેઢુમાં દુઃખાવો, ઉલ્ટી, થાક, હતાશા અને અજંપો તથા વંધ્યત્વમાં પરિણમે છે.
 
એન્ડોમેટ્રીઓસીસ થવા માટે વિવિધ કારણો જોવા મળે છે અને આ કારણો આ રોગ વિકસવામાં યોગદાન આપે છે. આ કારણોમાં અત્યંત સામાન્ય બાબત એ છે કે જેમાં માસિકની વિપરીત ગતિ જોવા મળે છે. માસિક વખતે લોહીમાં એન્ડોમેટ્રીયલ કોષો ફેલોપિયન ટ્યુબમાં થઈને પેલ્વીક કેવીટીમાં પાછા વળે છે. આવું એવા સમયે બને છે કે જ્યારે શરીરમાંથી ગર્ભાશયના આગળના હિસ્સામાંથી અને યોનિમાર્ગમાંથી લોહી વહે છે. રેટ્રોગ્રેડ માસિકથી એન્ડ્રોમેટ્રીયલ જેવા કોષ પેદા થાય છે, જે ગર્ભાશયની બહાર જમા થાય છે અને ત્યાં વિકસે છે. 
 
આ રોગના વિવિધ અને વ્યાપક લક્ષણો એવા છે કે રોગનું આસાનીથી નિદાન થઈ શકતું નથી. જે લોકો આ રોગનો ભોગ બન્યા હોય તેમને પણ સ્થિતિનો મર્યાદિત ખ્યાલ આવે છે. આ કારણે લક્ષણો દેખાય અને તેનું નિદાન થાય તે વચ્ચે સમય વિતી જતો હોય છે. એન્ડોમેટ્રેસીસમાં  વહેલું નિદાન અને અસરકારક સારવાર જરૂરી બની રહે છે. 
 
એન્ડોમેટ્રેસીસની સામાજીક, આરોગ્યલક્ષી અને આર્થિક અસરો જોવા મળે છે. અતિશય દુઃખાવાના કારણે જીવનની ગુણવત્તાને માઠી અસર થાય છે. થાક, હતાશા, નિરાશા અને વંધ્યત્વ પેદા થાય છે. એન્ડોમેટ્રેસીસ ધરાવતી કેટલીક વ્યક્તિઓ અતિશય દુઃખાવાના કારણે કામ ઉપર કે શાળામાં જવાનું ટાળે છે. બાઉલ એન્ડોમેટ્રેસીસ વર્તમાન સમયમાં ખૂબ જ સામાન્ય રોગ થઈ ગયો છે અને તેનું નિદાન યોગ્ય જાણકારી અથવા ભિન્ન લક્ષણોના કારણે થઈ શકતું નથી. આ રોગને સંપૂર્ણ નાબૂદ કરવો હોય તો બાઉલને દૂર કરવો પડે છે અને તેના વિવિધ હિસ્સાઓને ફરીથી જોડવા મળે છે.
 
સામાન્ય રીતે ઉપર દર્શાવેલી પધ્ધતિમાં શસ્ત્રક્રિયા દરમ્યાન બાઉલને એબ્ડોમેનમાંથી બહાર કાઢવામાં આવે છે, પરંતુ ડો. લિમ્બાચીયા અને તેમની ટીમે એક ઘનિષ્ટ લેપ્રોસ્કોપીક સારવાર પધ્ધતિ વિકસાવી છે કે જેમાં બાઉલના હિસ્સાને શસ્ત્રક્રિયા દરમ્યાન  એબ્ડોમેનની બહાર કાઢવામાં આવતો નથી. આ કારણે દર્દી જલ્દી સાજો થઈ જાય છે. “Bowel Endometriosis Management by Colorectal Resection: Laparoscopic Surgical Technique & Outcome” એ અમારી જાણ મુજબ દુનિયાનો એક અનોખો અભ્યાસ છે અને તે ઈન્ટરનેશનલ અમેરિકન જર્નલમાં પ્રસિધ્ધ થયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નાગાલેંડની સજીવ ખાનપાનની વસ્તુને રાજકોટના લોકોનો મળ્યો બહોળો પ્રતિસાદ