Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM નરેન્દ્ર મોદી ગુજરાતને આપશે રેલવે ના રૂ.૧૬૩૬૯ કરોડના ૧૮ કામોની ભેટ

Webdunia
બુધવાર, 15 જૂન 2022 (15:53 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આગામી તા.૧૮ જૂન,૨૦૨૨ ના રોજ વડોદરામાં  કાર્યક્રમ યોજાનાર છે.આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં રેલવેના વિવિધ રૂ.૧૬,૩૬૯ કરોડના ૧૮ પ્રોજેક્ટનું લોકાર્પણ ખાતમુહુર્ત કરવામાં આવશે.વડાપ્રધાન હસ્તે રેલવેના વિવિધ રૂ.૧૦૭૪૯ કરોડના ખર્ચે નિર્માણ થયેલ પાંચ પ્રોજેક્ટનું લોકાર્પણ તથા રૂ.૫૬૨૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર વિવિધ ૧૩ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરવામાં આવશે.
 
વડાપ્રધાન વડોદરામાં રૂ. ૫૭૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર ભારતીય ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના નવા ભવનનો પણ શિલાન્યાસ કરશે. કેન્દ્ર સરકાર વડોદરા સ્થિત રાષ્ટ્રીય રેલ્વે પરિવહન સંસ્થાનું નામ બદલીને ભારતીય ગતિશક્તિ વિશ્વ વિદ્યાલય  કરવા જઈ રહી છે.આની સાથે આ વિશ્વવિદ્યાલયને કેન્દ્ર યુનિવર્સિટીનો દરજ્જો પણ આપવામાં આવનાર છે.વડોદરામાં વર્ષ ૨૦૧૮ માં રાષ્ટ્રીય રેલ્વે પરિવહન સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ રેલ રોડ પરિવહન સિસ્ટમ તથા સંશોધન કાર્યોનો વિસ્તાર  કરવાનો છે. આ વર્ષે કેન્દ્રીય અંદાજપત્રમાં પીએમ ગતિ શક્તિ યોજના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પીએમ ગતિ શક્તિ યોજનાની મદદથી દેશના ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનો ઝડપી વિકાસ થશે.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭૨૫૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ પાલનપુર - મદાર  ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું લોકાર્પણ તેમજ  ગેજ પરિવર્તન બાદ અમદાવાદ - બોટાદ રેલવે પેસેન્જર ટ્રેનનું ફ્લેગ ઓફ કરાવશે.આ ઉપરાંત લુનિધાર -  ઢસા, પાલનપુર - રાધનપુર પેસેન્જર ટ્રેનને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીધામમાં લોકોમોટીવ મરામત ડેપો, સુરત, ઉધના, સોમનાથ, સાબરમતી રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટના કામોના ખાતમુહૂર્ત કરશે.વિજાપુર - આંબલીયાસણ,નડિયાદ - પેટલાદ, કડી -કટોસણ, આદરજ મોટી - વિજાપુર, જંબુસર - સમની, પેટલાદ - ભાદરણ અને હિંમતનગર - ખેડબ્રહ્મા રેલવે લાઇનના ગેજ પરિવર્તનના કામોનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના  હસ્તે કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Tulsi Vivah 2024: ક્યારે છે તુલસી વિવાહ 12મી કે 13મી નવેમ્બર ? તારીખને લઈને કન્ફયુઝન કરો દૂર, જાણો સાચી તારીખ અને શુભ મુહુર્ત

Dev Uthani Ekadashi 2024 Wishes Quotes in Gujarati - દેવ ઉઠી એકાદશીની શુભેચ્છા

રાહુલ ગાંધીએ 'વહેંચાશું, તો વેતરાશું' અને 'એક છીએ, તો સૅફ છીએ'ના નારા વિશે પ્રતિક્રિયા આપી

યુક્રેન વચ્ચેના ડ્રોન હુમલા વધુ ઘાતક થઈ ગયા છે, સૌથી ઘાતક ડ્રોન હુમલા

કાર ચાલકે MBA વિદ્યાર્થીને માર્યો; ગુનેગારની શોધ ચાલુ છે

આગળનો લેખ
Show comments