Video LIVE : દ્વારકામાં આ પુલને કારણે અર્થવ્યવસ્થા સારી થશે - દ્વારકામાં મોદી
, શનિવાર, 7 ઑક્ટોબર 2017 (11:10 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. આ માટે પીએમ સવારે જામ નગર પહોંચ્યા. જ્યા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અન્ય મોટા નેતા એયરપોર્ટ પર તેમની આગેવાની માટે પહોંચ્યા અને ફૂલ આપીને તેમનુ સ્વાગત કર્યુ. ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી દ્વારકા પહોંચ્યા. અહી પીએમે દ્વારકાધીશ મંદિરમં પૂજા અર્ચના કરી અને પોતાના પ્રવાસની શરૂઆત કરી. પૂજા પછી પીએમ મોદી મંદિરમાં હાજર અન્ય લોકોને મળ્યા અને તેમની વાતચીત પણ કરી. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, સીએમ રૂપાણી અને રાજ્યની પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ પીએમ સાથે હાજર છે.
દ્વારકામાં વડાપ્રધાન મોદી આજે સવારે બેટ દ્વારકા સીગ્નેચર બ્રિજનું ખાતમુહુર્ત કરશે. બ્રીજ બનતા બેટ દ્વારકા આવતા જતા પ્રવાસીઓને ફાયદો થશે. વડાપ્રધાન મોદીનું પબુભા માણેક ઓખાઈ પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવશે.
સવારે દ્વારકા હેલીપેડ પર ઉતરાણ કર્યું હતું ત્યાર બાદ જગતમંદિરે પહોંચ્યા હતાં જ્યાં દર્શન કર્યા હતાં ત્યાર બાદ કાર્યક્રમના સ્થળે પ્રસ્થાન કરશે. સવારે 11થી 12 દરમિયાન બ્રીજનું ખાતમુર્હત કરી જનમેદનીને સંબોધન કરશે. વડાપ્રધાનના આગમનને પગલે દ્વારકા પોલીસ છાવણીમાં ફેરવાયું છે
સવારે દ્વારકા હેલીપેડ પર ઉતરાણ કર્યું હતું ત્યાર બાદ જગતમંદિરે પહોંચ્યા હતાં જ્યાં દર્શન કર્યા હતાં ત્યાર બાદ કાર્યક્રમના સ્થળે પ્રસ્થાન કરશે. સવારે 11થી 12 દરમિયાન બ્રીજનું ખાતમુર્હત કરી જનમેદનીને સંબોધન કરશે. વડાપ્રધાનના આગમનને પગલે દ્વારકા પોલીસ છાવણીમાં ફેરવાયું છે.
પીએમ મોદી જામનગરથી દ્વારકા જવા રવાના થયા હતા. પીએમ મોદીએ દ્વારકામાં દ્વારકાધિશના દર્શન કર્યા હતા, અને શાસ્ત્રોક્ત વિધીથી પૂજા કરી હતી.તેમની સાથે સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નિતીન પટેલ અને પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.પીએમ નરેન્દ્ર મોદી દ્વારકાધિશ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધીથી પૂજા કરી હતી. અને પાદુકાનું પૂજન કર્યું હતું.
આગળનો લેખ