Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Janmashtamiના દિવસે રાત્રે 12 વાગ્યે રાશિ મુજબ શ્રીકૃષ્ણને ભોગ લગાવો, મનોકામના પૂરી થશે

Janmashtamiના દિવસે રાત્રે 12 વાગ્યે રાશિ મુજબ શ્રીકૃષ્ણને ભોગ લગાવો, મનોકામના પૂરી થશે
, શુક્રવાર, 11 ઑગસ્ટ 2017 (16:15 IST)
ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમની તિથિના રોજ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ જન્માષ્ટમીના રૂપમાં ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 25 ઓક્ટોબર ગુરૂવારે  છે.  જ્યોતિષ મુજબ જો આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણને રાત્રે 12 વાગ્યે રાશિ મુજબ ભોગ લગાવાય તો ભક્તની દરેક મનોકામના પૂરી થઈ શકે છે.   જાણો રાશિ મુજબ શ્રીકૃષ્ણને કઈ વસ્તુઓનો ભોગ લગાવશો.. 
 
મેષ - આ રાશિના લોકો ભગવાન શ્રીકૃષ્ણને લાડુ અને દાડમનો ભોગ લગાવો તો સારુ રહેશે. 
 
વૃષભ - આ રાશિના લોકો શ્રીકૃષ્ણને રસગુલ્લાનો ભોગ લગાવશો તો તેમની મનોકામના પુર્ણ થઈ શકે છે. 
 
મિથુન - આ રકમના લોકો કાજુની મીઠાઈ ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરે. 
 
કર્ક - આ રાશિના લોકો શ્રીકૃષ્ણને માવાની બરફી અને નારિયળનો ભોગ લગાવે 
 
સિંહ - સિંહ રાશિના લોકો ગોળ અને કેળા તેમજ બેલનુ ફળ ભગવાન શ્રીકૃષ્ણને ભોગમાં અર્પણ કરે. 
 
કન્યા - આ રાશિના લોકો પ્રભુ શ્રીકૃષ્ણને તુલસીન પાન અને નાશપાતી અથવા કોઈ પણ લીલા ફળનો ભોગ લગાવે. 
 
તુલા - આ રાશિના લોકો શ્રીકૃષ્ણને કલાકંદ અને સફરજનનો ભોગ લગાવે તો તેમની સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે. 
 
વૃશ્ચિક - વૃશ્ચિક રાશિવાળા ગોળની રેવડી અને અન્ય કોઈ ગોળની મીઠાઈનો નૈવેદ્ય ચઢાવે. 
 
ધનુ - આ રાશિના લોકો શ્રીકૃષ્ણને બેસનની બરફી કે અન્ય કોઈ બેસનની મીઠાઈનો ભોગ લગાવે. તેનાથી તેમના સૌભાગ્યમં વૃદ્ધિ થવાના યોગ બની શકે છે. 
 
મકર - આ રાશિના લોકો ભગવાન શ્રીકૃષ્ણને ગુલાબ જાંબુ કે કાળી દ્રાક્ષનો ભોગ લગાવે. 
 
કુંભ - આ રાશિના લોકો શ્રીકૃષ્ણને ચોકલેટી રંગની બરફી અને ચીકુ ચઢાવે. 
 
મીન - મીન રાશિના લોકો ભગવાન શ્રીકૃષ્ણને જલેબી કે કેળાનો નૈવૈદ્ય ચઢાવે. તેનાથી તેમના અટવાયેલા કામ પુરા થવાની શક્યતા બની શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ છે જન્માષ્ટમી ના અચૂક 12 ઉપાય , 1 પણ કરશો તો થશે ફાયદો