Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

પીએમ મોદી ગુજરાતમાં સૂર્ય ઘર યોજનાના લાભાર્થી સાથે કરી વાત, તમે પણ જાણી લો આ યોજનાનો લાભ લેવા શુ કરવુ ?

PM Narendra Modi
ગાંધીનગર. , સોમવાર, 16 સપ્ટેમ્બર 2024 (13:39 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે સોમવારે વાતચીત કરી. 
 
 વડા પ્રધાન સવારે 10 વાગ્યે વાવોલમાં આવેલી શાલિન-2 સોસાયટીમાં પહોંચ્યા અને ત્યાંના કેટલાક રહેવાસીઓ સાથે વાતચીત કરી જેમણે કેન્દ્ર સરકારની 29 ફેબ્રુઆરીએ શરૂ કરાયેલી રૂ. 75,021 કરોડની મહત્ત્વાકાંક્ષી યોજના હેઠળ પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવી છે. વડાપ્રધાન લગભગ 20 મિનિટ સુધી આ રહેણાંક સોસાયટીમાં રોકાયા હતા.
 
આ યોજનાનો ઉદ્દેશ્ય રહેણાંક ઘરોને ઘરોની છત પર સોલાર પેનલ લગાવીને પોતાની વીજળી ઉત્પન્ન કરવા સક્ષમ બનાવવાનો છે. આ અંતર્ગત બે કિલોવોટ ક્ષમતા સુધીની સિસ્ટમ માટે સોલાર યુનિટના ખર્ચના 60 ટકા અને વધારાના ખર્ચના 40 ટકા બેથી ત્રણ કિલોવોટ ક્ષમતાની સિસ્ટમ માટે આપવામાં આવે છે.
 
પ્રધાનમંત્રી સોમવારે દિવસ દરમિયાન ચોથી વૈશ્વિક રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ કોન્ફરન્સ અને એક્ઝિબિશન (રી-ઇન્વેસ્ટ 2024)નું ઉદ્ઘાટન કરશે.
 
સત્તાવાર રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 40 સત્રો હશે જેમાં  મુખ્યમંત્રીઓ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ (CEO) રાઉન્ડ ટેબલ અને ટેકનિકલ સત્રો સહિત લગભગ 40 સત્રો હશે.
 
સોલર પ્લાન્ટ લગાવ્યા પછી સબસિડી કેવી રીતે મળશે?
જ્યારે સોલર પ્લાન્ટ ઇન્સ્ટોલ થશે અને ડિસ્કોમ નેટ મીટરિંગ ઇન્સ્ટોલ કરશે, ત્યારે તેના પુરાવા અને પ્રમાણપત્ર પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. આ પછી, સરકાર DBT હેઠળ સબસિડીની સંપૂર્ણ રકમ ગ્રાહકના ખાતામાં ટ્રાન્સફર કરશે.
 
શું આ યોજનામાં 300 યુનિટ વીજળી મફતમાં મળશે?
1Kwનો સોલર પ્લાન્ટ દરરોજ લગભગ 3-4 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં જો તમે 3 Kwનો પ્લાન્ટ લગાવો છો, તો દરરોજ લગભગ 12 યુનિટ વીજળી ઉત્પન્ન થશે, એટલે કે મહિનામાં કુલ 360 યુનિટ.
 
તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો. બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પૈસા પણ મળશે. સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે એક વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની કમાણી કરી શકો છો.
 
 સૂર્ય ઘર યોજનાનો લાભ લેવા માટે આ રીતે કરાવો રજીસ્ટ્રેશન 
 
રજિસ્ટ્રેશન કરવા માટે સૌ પ્રથમ ગૂગલમાં https://pmsuryaghar.gov.in/ ટાઇપ કરી લોગ ઇન કરવું.
ત્યાર બાદ કન્ઝ્યુમર લોગઇન પર ક્લિક કરવું અને રજિસ્ટ્રેશન કરવું.
રજિસ્ટ્રેશનમાં ગ્રાહકે પોતાને લગતી માહિતી ભરવાની રહેશે.
જેમાં રાજ્યનું નામ તેના જિલ્લાનું નામ, વીજળી કંપનીનું નામ દા.ત. MGVCL લખી પોતાનો ગ્રાહક નંબર લખી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
ત્યાર બાદ ગ્રાહકે પોતાનો મોબાઇલ નંબર અને મોબાઇલ નંબર પર આવેલો ઓટીપી લખવાનો રહેશે.
ત્યાર બાદ ગ્રાહકે પોતાનું ઇમેઇલ ID લખી કેપચા કોડ ભરી સબ્મિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ SMS દ્વારા આપને જાણ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પરણિત યુવકે 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ખાનગી ફોટા બતાવીને બ્લેકમેલ કરતો હતો