Three Leg Elevated Bridge
બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહા મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ દિવસ પાલનપુર શહેર માટે વિશેષ ભેટનો દિવસ બની રહેવાની છે. કેમ કે, ચેન્નાઈ પછી દેશનો બીજા નંબરનો એલિવેટેડ ઓવર બ્રિજ પાલનપુરમાં બન્યો છે. જે જમીનથી 17 મીટરની ઊંચાઈએ 79 ઉપર ઉભો કરવામાં આવ્યો છે. આ બ્રિજમાં 16,000 મેટ્રિક ટન સિમેન્ટ વાપરવામાં આવ્યો છે. જ્યારે 3600 ટન લોખંડનો ઉપયોગ કર્યો છે. 951 મીટરના ત્રણ લેગ અને 84 મીટરના ઘેરાવાનું સર્કલ સેલ્ફ પોઈન્ટ છે.
એલિવેટેડ ઓવરબ્રિજની યુનિક ડિઝાઇન
આજથી ચાર વર્ષ અગાઉ કેન્દ્ર સરકારે રૂપિયા 123 કરોડના ખર્ચે 3 લેગ એલિવેટેડ રોટરી રેલવે ઓવરબ્રિજ ને મંજૂરી આપી હતી. જેને પાલનપુરની કંસ્ટ્રકશન કંપનીએ રૂ. 89.10 કરોડના ખર્ચે આ બ્રિજને પૂર્ણ કર્યો છે. એનએચએઆઈ ના સૂત્રોના જણાવ્યા મુજબ ડેડી કેટેડ ફ્રેઈટ કોરિડોર નો રેલવે ટ્રેક ઊંચો બનતા તેની ડિઝાઇન યુનિક છે. હેવી વાહન વ્યવહાર રહેતો હોવાથી 17 મીટર ઊંછું સર્કલ હવા માં બનાવવું એ પણ એક પડકારજનક કામ હતું. જેને પૂરતું ધ્યાન આપીને પૂર્ણ કરવામાં આવ્યું છે.
અલગ અલગ લેગ બનાવાયા
અંબાજી તરફ જવાના માર્ગ ઉપર ફોર લેનમાં 682 મીટર લંબાઈ વાળો બ્રિજ બનાવાયો છે. બાકીના બંને લેન 2 લેન બનાવાયા છે. જેમાં આબુરોડ તરફ 700 મીટર લંબાઈ તેમજ પાલનપુર-અમદાવાદ તરફ 951 મીટર લંબાઈના ત્રણ લેગ બનાવવામાં આવ્યા છે. જૂની આરટીઓ કચેરી પાસે 84 મીટર નો ઘેરાવો ધરાવતું સર્કલ બનાવવામાં આવ્યું છે. લોકાર્પણ અગાઉ આ બ્રિજને રોશનીથી ઝગમગાવવામાં આવ્યો છે. જે પાલનપુર જ નહીં બનાસકાંઠા જિલ્લાવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
એક વર્ષ અગાઉ ગર્ડર તૂટતા બે ના મોત થયા હતા
સત્તર મીટર ઊંચા અને 79 પિલ્લર પર ઉભા કરાયેલા એલિવેટેડ ઓવરબ્રીજની બાંધકામની કામગીરી ચાલુ થઈ હતી. જેમાં દરેક પિલ્લર ને 180 સિમેન્ટના ગટરથી 16 જેટલા લોખંડના ગર્ડર થી જોડવામાં આવ્યા છે. ત્યારે અંદાજે એક વર્ષ અગાઉ આ ગર્ડર ના જોડાણ ની કામગીરી સમયે છ જેટલા એવી ગર્ડર તૂટીને ભોંય ભેગા થયા હતા, જે તોતિંગ ગર્ડર એક રીક્ષા ઉપર પડતા તેની નીચે બે યુવકો દબાઈ જવાથી મોતને ભેટ્યા હતા. આ ઘટના બાદ ઘણો સમય આ બ્રિજનું કામ અટક્યું હતું. ત્યાર પછી પૂરતી સુરક્ષા સાથે પુનઃ કામગીરી શરૂ કરીને તેને પૂર્ણ કરવામાં આવ્યો છે.