Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

25000 હજાર મહિલાઓ.. ઓપરેશન સિંદૂર પછી PM મોદીનુ સૌથી મોટુ સ્વાગત, ડબલ રોડ શો સાથે ભુજમાં રેલી

modi in gujarat
અમદાવાદ. , બુધવાર, 21 મે 2025 (18:26 IST)
ભારતીય સેનાના સટીક અને સફળ ઓપરેશન સિંદૂર પછી જ્યા દેશના સાંસદ વિદેશમાં પાકિસ્તાનની પોલ ખોલશે તો  બીજી બાજુ નરેન્દ્ર મોદીનુ ગુજરાત પ્રવાસ મા અભૂતપૂર્ણ સ્વાગત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ 26 મે ના રોજ વડોદરા પહોચવા પર 25 હજાર મહિલાઓ સિંદૂરની સલામતી માટે અભિનંદન કરશે. પીએમનો આ રોડ શો વડોદરા એયરપોર્ટ પાસ જ એક રોડ શો માં મહિલાઓના અભિનંદનને સ્વીકાર કરશે.  પીએમ મોદી હાલ ઓપરેશન સિંદૂરને લઈને બે વાર જ બોલે છે. પીએમનો આ રોડ શો વડોદરા એયરપોર્ટ પાસે હશે. ત્યારબાદ તે દાહોદ માટે રવાના થશે. પીએમ મોદી હાલ ઓપરેશન સિંદૂરને લઈને બે વાર જ બોલે છે. તેમણે બુદ્ધ પૂર્ણિમા પર રાષ્ટ્રને સંબોધિત કર્યુ હતુ.  ત્યારબાદ બીજા દિવસે પંજાબના આદમપુર એયરબેસ ગયા હતા.  
 
રોડ શો માં બ્રહ્મોસ મિસાઈલ 
વડોદરામાં એક કિલોમીટર લાંબા રોડ શો પછી પીએમ મોદી દાહોદમાં લોકોમોટિવ રોલિંગ વર્કશોપનુ ઉદ્દઘાટન સાથે 2000 કરોડની યોજનાઓનો શુભારંભ કરશે.  પીએમ મોદી દાહોદથી અમદાવદ પહોચશે.  સાંજે 6.30   વાગ્યે અમદાવાદ પહોંચતા પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગરના ઇન્દિરા બ્રિજ સુધી પીએમ મોદીનો ભવ્ય રોડ શો થશે. અમદાવાદમાં રોડ શોમાં, લગભગ 50 હજાર લોકો પીએમ મોદીનું રસ્તાઓ પર સ્વાગત કરશે. ભવ્ય રોડ શોમાં ઓપરેશન સિંદૂરની ઝલક પણ બતાવવામાં આવશે. આમાં પીએમ મોદીના સ્વાગત માટે બ્રહ્મોસ મિસાઇલ સહિત સેનાની વીરતાનું પ્રદર્શન બતાવવામાં આવશે. પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને કડક પાઠ ભણાવ્યો.
 
ભુજમાં પીએમ મોદીની પહેલી રેલી 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના પ્રવાસના બીજા દિવસે કચ્છ જિલ્લાના ભૂજ પહોંચશે. અહીં તેઓ ભુજ એરબેઝની મુલાકાત લે તેવી શક્યતા છે. આ સાથે, પીએમ મોદી કચ્છમાં માતા નો મઢ મંદિરની મુલાકાત લે તેવી શક્યતા છે. પીએમ મોદી ભુજ શહેરમાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરશે. આ કાર્યક્રમ દ્વારા પીએમ મોદી ઓપરેશન સિંદૂરની સફળતાની સાથે આતંકવાદ પર પાકિસ્તાનને મજબૂત સંદેશ આપી શકે છે. ભુજ ગુજરાતનું એક શહેર છે જે પાકિસ્તાનની સૌથી નજીક છે. આ વખતે જ્યારે લશ્કરી સંઘર્ષ થયો, ત્યારે પાકિસ્તાન તરફ ડ્રોન અને મિસાઇલો છોડવામાં આવી, પરંતુ ભારતે દરેક હુમલાને નિષ્ફળ બનાવ્યો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

MI vs DC મેચ પર છવાયા સંકટના વાદળ, વરસાદને કારણે રદ્દ થયો મુકાબલો તો આ ટીમને થશે નુકશાન