રાજ્યસભામાં ચાર સાંસદોના કાર્યકાળ પુરો થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે સદનમાં ફેયરવેલ સ્પીચ આપી. આ દરમિયાન કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ પર બોલતા પીએમ નરેંદ્ર મોદી ભાવુક થઈ ગયા.
પીએમ મોદીએ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદના વખાણ કરતા કહ્યુ કે મને ચિંતા એ વાતની છે કે ગુલામ નબી જી પછી આ પદને જએ સાચવશે તએને ગુલામ નબી જી સાથે મેચ કરવામાં ખૂબ પરેશાની આવશે. કારણ કે ગુલામ નબી જી પોતાના દળની ચિંતા કરતા હતા. પણ દેશની અને સદનની પણ એટલી જ ચિંતા કરતા હતા. આ નાની વાત નથી. આ ખૂબ મોટી વાત છે. હુ શરદ પવારજીને પણ આ શ્રેણીમાં મુકુ છુ.
મને યાદ છે કોરોના કાળમાં હુ ફ્લોર લીડર્સની મીટિંગ કરી રહ્યો હતો, એ જ દિવસે ગુલામ નબી જી નો ફોન આવ્યો કે બધા પાર્ટી નેતાઓની બેઠક જરૂર કરો. મને સારુ લાગ્યુ કે તેમણે મને સલાહ આપી અને મે તેમના કહેવા પર બેઠક પણ કરી.
પીએમ મોદીએ કહ્યુ, કદાચ જ કોઈ એવી ઘટના હશે જેમા અમારી બંને વચ્ચે કોઈ સંપર્ક સેતુ ન રહ્યો હોય. એકવાર આતંકવાદીઓએ હુમલો કરી દીધો, લગભગ આઠ લોકોના મોત થયા હતા. સૌથી પહેલા મને ગુલામ નબી જીનો ફોન આવ્યો અને તે ફોન ફક્ત સૂચના આપવા નહોતો, તેમના આંસૂ રોકાય રહ્યા નહોતા. ફોન પર જ . એ સમયે પ્રણવ મુખર્જી સાહેબ ડિફેંસ મિનિસ્ટર હતા. હુ તેમને ફોન કર્યો કે ડેડ બોડી લાવવા માટે ફોર્સને હવાઈ જહાજ મળી જાય. તેમણે કહ્યુ ચિંતા ન કરશો. પણ રાત્રે ફરી ગુલામ નબી જીનો ફોન આવ્યો. તેઓ એયરપોર્ટ પર હતા. તેઓ આ કહેતા ભાવુક થઈ ગયા. પીએમ મોદીએ ત્યારબાદ પાણી પીધુ અને ફરી માફી માંગીને એકવાર ફરી ભરેલા ગળાથી ભાષણ પુરૂ કર્યુ. તેમણે આગળ કહ્યુ, એયરપોર્ટ પરથી જ તેમણે મને ફોન કર્યો અને જેવા પોતાના પરિવારના સભ્યની જેમ ચિંતા કરતા હોય એવી ચિંતા... પીએમ મોદીએ કહ્યુ પદ અને સત્તા જીવનમાં આવતી રહે છે પણ તેને કેવી રીતે પચાવવાની છે... અને ત્યારબાદ પીએમ મોદીએ ગુલામ નબી આઝાદની તરફ જોતા સૈલ્યુટ કર્યુ.
બીજા દિવસે સવારે ફરી ફોન આવ્યો કે મોદીજી બધા લોકો પહોંચી ગયા. તેથી એક મિત્રના રૂપમાં ગુલામ નબીજી નો ઘટનાઓ અને અનુભવના આધાર પર હુ આદર કરુ છુ. મને પુરો વિશ્વાસ છે કે તેમની સૌમ્યતા, નમ્રતા આ દેશ માટે કંઈક કરવાની કામના તેમને ચેનથી બેસવા નહી દે.