રાહુલ ગાંધીના ફરીથી પાર્ટી અધ્યક્ષ પદ માટે સોનિયા ગાંધીએ ખુદ તેમના રાજ્યાભિષેકનો માર્ગ મોકળો કરી દીધો છે. વચગાળાના પ્રમુખ તરીકે સોનિયાએ પાર્ટી સંગઠનમાં મોટો ફેરફાર કર્યો છે, રાહુલની પસંદની ટીમને તક આપી અને વૃદ્ધ નેતાઓને મહામંત્રી પદથી મુક્ત કર્યા. કોંગ્રેસ કાર્યકારી સમિતિની નવી રચના કરવામાં આવી છે. નવા પ્રમુખની પસંદગી કરવામાં સોનિયાને મદદ કરવા માટે 6 નેતાઓની નવી સમિતિની રચના કરવામાં આવી છે.
જોકે, ગુલામ નબી આઝાદ, અંબિકા સોની, મલ્લિકાર્જુન ખડગને નવી સીડબ્લ્યુસીમાં કાયમ રાખવામાં આવ્યા છે. દિગ્વિજય સિંહને સીડબ્લ્યુસીમાં પરમાનેંટ ઈનવાઈટિમાં શામેલ કરવામાં આવ્યા છે.
ગુલામ નબી આઝાદ, મોતીલાલ વોરા, અંબિકા સોની, મલ્લિકાર્જુન ખડ્ગ અને લુઇજિન્હો ફેલેરિઓને જનરલ સેક્રેટરી પદેથી હટાવવામાં આવ્યા છે. આમાંથી, ગુલામ નબી એ 23 નેતાઓમાંના એક હતા જેમણે 7 ઓગસ્ટે સોનિયા ગાંધીને ત્યારે ચિઠ્ઠી લખી હતી, જ્યારે તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. આ પત્રમાં, આ નેતાઓએ પાર્ટીમાં આવા 'સંપૂર્ણ સમયના નેતૃત્વ'ની માંગ કરી હતી, જેઓ' ફિલ્ડમાં સક્રિય હતા અને તેની અસર પણ જોવા મળે.