Biodata Maker

વડાપ્રધાન મોદી આ કારણે ગુજરાતની મુલાકાત લઈ શકે છે

Webdunia
સોમવાર, 17 ઑગસ્ટ 2020 (12:09 IST)
સરદાર પટેલની જન્મ જયંતિની કેવડિયા રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે.તેમજ આ વર્ષે ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ને 3 વર્ષ પુરા થઈ રહ્યા છે. જેને પગલે સરદારની આ જન્મ જયંતિ પ્રસંગે PM મોદી પણ 31 ઓક્ટોબર ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ની મુલાકાત લે એવી શક્યતા છે. આ પહેલા 2014માં ભારત સરકારે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર, 1875માં ગુજરાતના કરમસદમાં થયો હતો. તેઓ જ્યારે મહાત્મા ગાંધી સાથે ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં જોડાયા ત્યારે નામાંકિત વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હતા. આ ચળવળ બાદ સરદાર મોટા ગજાના નેતા તરીકે જાણીતા થયા હતા. સરદાર પટેલે ગુજરાતમાં ખેડા, બોરસદ અને બારડોલીના ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરી મહત્વની ભૂમિકા ભજવી હતી તેમ જ બ્રિટિશ શાસન વિરુદ્ધ ભારત છોડો આંદોલનને પ્રોત્સાહન આપવામાં પણ તેમની ભૂમિકા મુખ્ય રહી હતી. 1947-48માં દેશ સ્વતંત્ર થયા બાદ 500થી વધુ રજવાડાઓને એક કરી આજના ભારતને બનાવવાનો શ્રેય પણ સરદારને જાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સવારે ઉતાવળમાં નાસ્તાનું ટેન્શન ? તો 5 મીનીટમાં બનાવી લો પનીર સ્ટફડ ચીલા

શું તમે પણ છો ચા પીવાના શોખીન ? તો પીવો ગોળની ચા, આ સમસ્યાઓથી મળશે છુટકારો

તાંબાના વાસણમાં પાણી પીવું જીવલેણ બની શકે છે, આ બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ

Buttermilk in Summer - ઉનાળામાં રોજ ઠંડા પીણાને બદલે પીવો છાશ, જાણો ઉનાળામાં રોજ છાશ પીવાના 6 સ્વાસ્થ્ય લાભ

આખું વર્ષ રહે તેવો સ્વાદિષ્ટ કેરીનો છૂંદો બનાવવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બીજા મિત્રએ કહ્યું,

"દ્રશ્યમ" થી પણ ભયંકર સસ્પેંસવાળી ફિલ્મ, નેટફ્લિક્સ પર અવતા જ બની નંબર 1

ગુજરાતી જોક્સ - ચા બનાવો

'તારક મેહતા...' ફેમ દિશા વાકાણીના પિતા અને પ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીનું 84 વર્ષની વયે નિધન

ગુજરાતી જોક્સ - આંગળીની કીમત

આગળનો લેખ
Show comments