Webdunia - Bharat's app for daily news and videos

Install App

યાત્રીગણ ધ્યાન દે!!!! સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે ટ્રેક કામના લીધે કેટલીક ટ્રનો રદ કરાઇ તો કેટલીક રીશેડ્યુલ, વાંચી લો યાદી

Webdunia
મંગળવાર, 28 જૂન 2022 (12:00 IST)
રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા ખોરાણા સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 28 જૂન, 2022થી 5 જુલાઈ, 2022 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છે:
 
રદ કરાયેલી ટ્રેનો:
 
• ટ્રેન નં 22959 વડોદરા - જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 28.06.2022 થી 04.07.2022 સુધી રદ.
 
• ટ્રેન નં 22960 જામનગર - વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 29.06.2022 થી 05.07.2022 સુધી રદ.
 
• ટ્રેન નં 22937 રાજકોટ - રીવા એક્સપ્રેસ 03.07.2022 ના રોજ રદ.
 
• ટ્રેન નં 22938 રીવા - રાજકોટ એક્સપ્રેસ 04.07.2022 ના રોજ રદ.
 
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
 
• ટ્રેન નં 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 27.06.2022 થી 03.07.2022 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
 
• ટ્રેન નં 19210 ઓખા - ભાવનગર એક્સપ્રેસ 28.06.2022 થી 04.07.2022 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
 
• ટ્રેન નં 19119 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ 28.06.2022 થી 04.07.2022 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
 
• ટ્રેન નં 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 28.06.2022 થી 04.07.2022 સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
 
• ટ્રેન નં 12267 મુંબઈ સેન્ટ્રલ - હાપા દુરંતો એક્સપ્રેસ 27.06.2022 થી 03.07.2022 સુધી મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન અમદાવાદ-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
 
• ટ્રેન નં 12268 હાપા - મુંબઈ સેન્ટ્રલ દુરાન્તો એક્સપ્રેસ 28.06.2022 થી 04.07.2022 સુધી અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન હાપા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
 
• ટ્રેન નં 22923 બાંદ્રા - જામનગર હમસફર એક્સપ્રેસ 27.06.2022, 30.06.2022 અને 02.07.2022 ના રોજ બાંદ્રાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
 
• ટ્રેન નં 22924 જામનગર - બાંદ્રા હમસફર એક્સપ્રેસ 28.06.2022, 01.07.2022 અને 03.07.2022 ના રોજ સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી દોડશે. આમ આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
 
રીશેડ્યુલ કરેલ ટ્રેન:
 
• ટ્રેન નં 22969 ઓખા - વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસને 30.06.2022 પર રીશેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન ઓખાથી તેના નિર્ધારિત સમયે 14.05 વાગે ની બદલે 2 કલાક અને 45 મિનિટ મોડી એટલે કે 16.50 વાગે ઉપડશે.
 
માર્ગ માં મોડી (લેટ) થનાર ટ્રેનો:
 
28 જૂનથી 5 જુલાઈ, 2022 સુધી વાર મુજબ માર્ગ માં મોડી (લેટ) થનાર ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
 
• ટ્રેન નં 22938 રીવા-રાજકોટ એક્સપ્રેસ અને ટ્રેન નં 19567 તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસ મંગળવારે 40 મિનિટ મોડી પડશે.
 
• ટ્રેન નં 22908 હાપા-મડગાંવ એક્સપ્રેસ અને ટ્રેન નં 20820 ઓખા-પુર એક્સપ્રેસ બુધવારે 20 મિનિટ મોડી હશે.
 
• શુક્રવારે, ટ્રેન નં 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ 40 મિનિટ મોડી પડશે અને ટ્રેન નં 19578 જામનગર-તિરુનાલવેલી એક્સપ્રેસ 20 મિનિટ મોડી પડશે.
 
ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત તમામ તારીખો ટ્રેનોના મૂળ સ્ટેશનથી ઉપડવાની છે. રેલ્વે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતી નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mithun Rashi Girl Names- મિથુન રાશિ ક, છ,ઘ પરથી જાણો છોકરીના નવા નામ

Moong Sprouts Bhel- મગ સ્પ્રાઉટ્સ ભેળ

અનેક પ્રકારની હોય છે પેટની ચરબી, જાણો તમારા પેટ પર કયા પ્રકારની ચરબી થઈ રહી છે જમા અને તે કેવી રીતે ઘટાડવી

Appe Recipe - દૂધીના અપ્પે બનાવવાની રેસીપી

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

'કાયર રાક્ષસ...' અમિતાભ બચ્ચને છેવટે પહેલગામ હુમલા પર પોતાનું મૌન તોડ્યું, ઓપરેશન સિંદૂર પર લખ્યો આ સંદેશ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

આગળનો લેખ
Show comments