આજકાલ પાન ખાનારાઓની સંખ્યામાં વધારો થતો જાવા મળે છે. લોકોને જ્યારે રાતના સમયે પાન ખાવાની તલબ લાગે ત્યારે ક્યાંય પાન મળતું નથી. પરંતુ ગુજરાતના સુરત માટે આનંદના સમાચાર છે, પૂરા સુરતમાં જય શ્રી ગણેનીપાનની અનેક દુકાનો છે જેમાંની મોટાભાગની એરકિન્ડશન્ડ દુકાન છે. પાંડે પરિવારના બોસદેવ, રાજધર, ગુલાબધર, લાલમણિ,શેષમણિ, રામધર વગેરે પેઢીઓથી આ ધંધા સાથે સંકળાયેલા છે. પૂના પાટિયાના જય શ્રી ગણેશ પાનની દુકાનના માલિક બંસીધરપાંડે, જેઓ સાત-આઠ એરકિન્ડશન્ડ પાનની દુકાન ચલાવી રહ્યા છે.
તેમની દુકાનના સુનીલસિંહે જણાવ્યું કે તેમની મોટાભાગનીદુકાનમાં બે નવા પાન ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. પહેલું પાન છે 'લડ્ડુ મીઠા પાન', એક વખત બનાવાયેલું પાન બે મહિના સુધી ખરાબ થતુંનથી. એમાં ગુલાબ, ખસખસ, કેસર, કોકોનટ, ચોકલેટ, ડ્રાયફ્રુટ વગેરે જાવી ડઝનેક પ્રકારના લડ્ડØ મીઠા પાન છે. જ્યારે બીજું પાનછે 'ઝાગવાલા કાથા' પાન જે ખાવાથી કલર અને સ્વાદ બંને મોંમાં આવશે પણ માં ધોવાથી કલર નીકળી જશે અને એવું લાગશેનહીં કે પાન ખાધું છે. બંને પાન લોકોને પસંદ પડી રહ્યા છે. અહીં ૨૦ રુપિયાથી લઈ હજારો રૂપિયાના પાન ઉપલબ્ધ છે.
જય શ્રીગણેશ પાનની દુકાનના માલિક બંસીધર પાંડેએ મુંબઈમાં એક હોટેલમાં થયેલી વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, સુરતના લોકોનેપાન ઘણું પસંદ છે. આ ફેમિલી પાન શોપ છે. અમે લોકોને શ્રેષ્ઠ આપવાની કોશિશ કરીએ છીએ. અમારૂં લડ્ડુ મીઠા પાન અનેઝાગવાલા કાથા પાન લોકોને પસંદ પડી રહ્યું છે. હવે ટૂંક સમયમાં અમે મુંબઈમાં જય શ્રી ગણેસની બ્રાન્ચ ખોલી રહ્યા છીએ.