ગુજરાતની શાળાઓની દુર્દશા, મનીષ સિસોદિયાએ ફોટો શેર કરી મોદીજીને માર્યું મેણું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી (18 એપ્રિલ) ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે. પરંતુ આ પહેલા દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો દ્વારા તેમણે ગુજરાતની શાળાઓની દુર્દશાનો ઉલ્લેખ કર્યો છે. સિસોદિયાએ કહ્યું કે ગુજરાતની શાળાઓમાં બેસવા માટે ડેસ્ક પણ નથી.
ટ્વિટર પર તસવીરો શેર કરતા ડેપ્યુટી સીએમએ લખ્યું કે વડાપ્રધાન! વિદ્યા સમીક્ષા કેન્દ્રના મોર્ડન સેન્ટર પરથી કદાચ તમને આ શાળાઓની તસવીર નહીં દેખાય, જ્યાં બેસવા માટે ડેસ્ક નથી, કરોળિયાના જાળા એવા લાગેલા છે કે જાણે કોઇ ભંગારખાનામાં હોય.
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ એજ્યુકેશન સેક્ટરમાં કામ કરી રહેલા લોકો સાથે પણ વાતચીત કરશે.
ગુજરાતની શાળાઓ અંગે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે મેં પોતે ગુજરાતના શિક્ષણ મંત્રીના વિસ્તારમાં શાળાઓ જોઈ છે. ત્યાંની શાળાઓની હાલત જર્જરિત છે. શૌચાલય તૂટેલા છે. બંધ જંકયાર્ડ જેવા કરોળિયાના જાળા છે.