મહેસાણામાં ONGCના ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા છે.પાલવાસણા સર્કલ પર કોન્ટ્રાક્ટર દ્વારા ONGCના ડ્રાઇવરોને ઓછુ વેતન અપાતા વિરોધ કર્યો હતો અને વધુ વેતનની માગણી સાથે ONGCના ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા છે. આજે આ હડતાળથી ONGCના વાહનોના પૈડાં થંભી ગયા હતા.પડતર માંગો છેલ્લા ઘણા સમયથી ન સંતોષાતા આજે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.આ મામલે પોલીસે હડતાળ પર બેસનાર ડ્રાઇવની અટકાયત કરી હતી.
સરકાર આગામી દિવસોમાં કોઈ પગલા નહીં લે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ મહેસાણામાં ONGCના ડ્રાઇવરોએ પોતાની માગ સાથે હડતાળ કરી હતી.પણ આજ સુધી કોઇ નિર્ણય નહીં લેવાતા રોષે ભરાયા હતા.કોન્ટ્રાક્ટર દ્વારા ઓછું વેતન અપાતાં નારાજગી વ્યક્ત કરી હતી.