Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહિલાને 20 વર્ષ જૂના દુઃખાવામાંથી માત્ર બે જ દિવસમાં મુક્તિ મળી, અગાઉ બે વખત થઇ હતી સર્જરી

Webdunia
શનિવાર, 13 માર્ચ 2021 (19:46 IST)
રાજસ્થાનના ચિત્તોડગઢના 55 વર્ષીય પુષ્પાદેવી સોનીને વર્ષ 2000 થી એટલે કે છેલ્લા ૨૦ વર્ષથી કમરમાં અસહ્ય દુઃખાવો રહેતો હતો. આ દુઃખાવાના લીધે પુષ્પાદેવીને ઊભા રહેવામાં કે ચાલવામાં પણ ખુબ તકલીફ પડતી. દુઃખાવામાંથી છૂટકારો મેળવવા તેમણે અગાઉ ખાનગી હોસ્પિટલોમાં વર્ષ 2000 અને વર્ષ 2014માં, એમ બે વખત ઑપરેશન પણ કરાવ્યું, પરંતુ ફરક પડ્યો નહીં. નાણાકીય વ્યય તો થયો જ, ઉપરાંત તકલીફ પણ ધીરે ધીરે ઘટવાના બદલે વધતી જતી હતી. 
 
છેલ્લાં 3 વર્ષથી પુષ્પાબેનને અસહ્ય દુઃખાવાની સમસ્યા રહેતી. આ પીડામાં રાહત માટે પુષ્પાદેવીના પરિવારજનોએ ઘણી બધી પ્રાઇવેટ હોસ્પિટલ તથા ઓર્થોપેડીક ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. પરંતુ ક્યાંય દર્દીને સંતોષકારક સારવાર મળી નહીં. આખરે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જનની ટીમે સફળતાપૂર્વક પાર પાડીને રાજસ્થાનની એક મહિલાને 20 વર્ષના લાંબા સમયગાળાથી વેઠવી પડતી પીડામાંથી મુક્તિ અપાવી છે.
 
આખરે પુષ્પાદેવી સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા. જ્યાં એક્સ-રૅ, MRI તથા સીટી સ્કેન કરતાં જાણવા મળ્યું કે પુષ્પાદેવીની કરોડરજ્જુના ભાગે અગાઉના ઓપરેશન દરમિયાન મુકવામાં આવેલા સ્ક્રૂ તુટેલા હતાં. તથા કમરનાં ચાર મણકાંમાં પણ સ્પોન્ડિલોલિસ્થેસિસ (spondylolisthesis) નામની તકલીફ હતી, આ સ્પોન્ડિલોલિસ્થેસિસની બે વખત અગાઉ સર્જરી કરવામાં આવી હતી. 
 
જેના કારણે મણકા ત્રીજા તબક્કા સુધી ખસી ગયા હતા.  સર્જરીમાં ફિટ કરવામાં આવેલા સ્ક્રૂ પણ તૂટી ગયા હતા. સ્પોન્ડિલોલિસ્થેસિસના લીધે કમરમાં અસહ્ય દુખાવો તથા ચાલવા પર અસર થાય છે. સ્ક્રૂ તૂટી જવાથી અને મણકા ત્રીજા તબક્કા સુધી ખસી જવાના કારણે આ સર્જરી જટિલ અને સંવેદનશીલ બની.
 
 
સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ અને સ્પાઇન સર્જન ડૉ.જે.વી. મોદીએ કહ્યું કે,પુષ્પાદેવીને ઝડપભેર દુઃખાવામાંથી રાહત મળે તે માટે કરોડરજ્જુના ભાગે અગાઉના ઓપરેશન્સ દરમિયાન મુકાયેલા ચારેય સ્ક્રૂને કાઢવા સહિતની શસ્ત્રક્રિયા જરૂરી હતી. તબીબી શૈલીમાં આ સર્જરીને “રિવિઝન સ્પાઇન સર્જરી” કહેવામાં આવે છે. 
સામાન્ય રીતે આ પ્રકારનાં ઓપરેશન ખુબ જ જટિલ ગણાય છે કારણ કે ઓપરેશન દરમિયાન તુટેલાં સ્ક્રૂ કાઢતી વખતે કરોડરજ્જુના ખુબ જ નાજુક ભાગને ઇજા થવાનું જોખમ રહેલું હોય છે અને આવી ઇજા ખુબ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. સ્ક્રૂ કાઢવામાં કરોડરજ્જુની નસને ઇજા થવાનું પણ ખુબ જ જોખમ હોય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments