Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આરોપી પદ છોડે નહી ત્યાં સુધી નહી થાય સરકારી કાર્યક્રમ, જનાક્રોશના લીધો નિર્ણય

આરોપી પદ છોડે નહી ત્યાં સુધી નહી થાય સરકારી કાર્યક્રમ, જનાક્રોશના લીધો નિર્ણય
, શુક્રવાર, 12 માર્ચ 2021 (11:08 IST)
દાનહના સાંસદ સ્વ મોહન ડેલકરના સુસાઇડ કેસમાં મુંબઇ પોલીસ દ્રારા એફઆઇઆર નોંધવામાં આવી છે. આ કેસમાં સંઘ પ્રદેશ દાનહ અને દમણ દીવ સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફૂલ પટેલ સહિત કુલ 9 અધિકારીઓ-કર્મચારીઓ અને એક રાજકિય વ્યક્તિનું નામ સામેલ છે. આ ઘટના બાદ પ્રદેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના લીધે હવે વહીવટી તંત્ર દ્રારા પંચાયતોમાં આયોજિત થનાર સરકારી કાર્યક્રમોનું વિરોધ કરવાનું શરૂ થઇ ગયો છે. 
 
તમને જ્ણાવી દઇએ કે વહિવટીના તંત્રના રાજસ્વ વિભાગ દ્રારા રાંધા ગામમાં સ્થાનિક લોકો માટે શનિવારે વિશેષ શિબિર આયોજન કરવામાં આવ્યું છે. તેના પર રાંધા પંચાયતના સરપંચપંચ ઉષાબેન રડીયા દ્રારા જાહેરાત કરવામાં આવી છે સાંસદ ડેલકરની આત્મહત્યાના કેસમાં એફઆઇઆરમાં સંકળાયેલા અધિકારીઓને આરોપી તરીકે ગણાવવામાં આવ્યા છે. 
 
એતલા માટે જ્યાં સુધી તેમને પદ પરથી દૂર કરવામાં નહી આવે ત્યાં સુધી વહીવટીતંત્ર પંચાયત વિસ્તારોમાં કોઇપણ પ્રકારના સરકારી કાર્યક્રમ અથવા શિબિર આયોજિત ન કરે. કહેવામાં આવી રહ્યું ચેહ કે આ કેસમાં આરોપીઓ પર કાર્યવાહીને લઇને જનાક્રોશને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસની તપાસ માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા SITની રચના કરવામાં આવશે. ગૃહમંત્રી  અનિલ દેશમુખે કહ્યું કે, સુસાઈડ નોટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરાયો છે કે પ્રફુલ પટેલ તરફથી તેમનું સામાજિક જીવન ખતમ કરવાની ધમકી મળતી હતી. મહત્વનું છે કે, મોહન ડેલકરે 22 ફેબ્રુઆરીના મુંબઈની એક હોટેલમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
 
મુંબઈ પોલીસે પ્રફુલ્લ પટેલની સામે આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવાનો ગુનો દાખલ કર્યો છે. મોહન 15 પાનાની સ્યુસાઈડ નોટમાં ઘણા લોકોના નામનો ઉલ્લેખ કર્યો હતો તેમાં પ્રફુલ્લ પટેલનું નામ પણ સામેલ હતું. પોલીસે દાદરા નગર હવેલીના કલેક્ટરની સામે પણ ફરિયાદ નોંધી છે. 
 
મોહન ડેલકરનો  જન્મ 1962માં સિલવાસામાં  જન્મ થયો હતો. તેઓ દાદરા-નગર હવેલીના વર્તમાન સાંસદ હતા. કારકિર્દીની શરુઆત સેલવાસામાં યુનિયન લીડર તરીકે કરી હતી. તેમણે ફેક્ટરીઓમાં કામ પણ કર્યું હતું અને આ સમયે  આદિવાસીઓ માટે લડત આપી હતી. 1985માં આદિવાસી વિકાસ સંગઠનની સ્થાપના કરી હતી. 1989માં  સૌ પ્રથમ વખત દાદરા નગર હવેલીથી અપક્ષ સાંસદ તરીકે ચૂંટાયા હતા

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતના નવા મેયર તરીકે હેમાલી બોઘાવાલા અને ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણી