Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજસ્થાનમાં દુષ્કર્મના આરોપીએ જામીન પર છૂટતા જ પીડિતાને જીવતી સળગાવી, હાલત ગંભીર

Rajasthan News
, શુક્રવાર, 5 માર્ચ 2021 (12:06 IST)
રાજસ્થાનના હનુમાનગઢ જીલ્લામાં દુષ્કર્મના એક આરોપીએ જામીન પર છૂટીને પીડિતાને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો. મહિલાના શરીરનો 70 ટકા ભાગ દઝાઈ ગયો. મહિલાને ગંભીર હાલતમાં બીકાનેર રેફર કરવામાં આવી છે. મહિલા બ્યુટી પાર્લર ચલાવતી હતી અને છેલ્લા કેટલાક સમયથી પોતાના પતિથી અલગ રહેતી હતી. 
 
જો કે પોલીસે આરોપી પ્રદીપ બિશ્નોઈની ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછ ચાલુ છે. આ ઉપરાંત પોલીસ ઘટનાસ્થળ પાસે લાગેલ સીસીટીવી કૈમરાની પણ તપાસ કરી રહી છે. એક સીસીટીવી ફુટેજ મુજબ મહિલાના ઘરની બહાર ઘટના પછી એક યુવક ઘાનમંડીમાં ભાગતો જોવા મળ્યો. 
 
પોલીસને મળેલ માહિતી મુજબ પીડિતની નાનીના ઘરની બહાર એક કેમરા લાગેલ  છે. તેમા બાઈક પર સવાર એક યુવક દેખાય રહ્યો છે.  ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા મહિલાએ પ્રદીપ બિશ્નોઈ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધાવ્યો હતો. આરોપી પ્રદીપ હાલ જામીન પર હતો.  ગોલુવાલા પોલીસ મથકના ઓમપ્રકાશ સુથારનુ કહેવુ છે કે  મહિલાની નાનીની ફરિયાદના આધાર પર રિપોર્ટ નોંધી છે. મહિલાની ન આનીએ જણાવ્ય કે મારી નાતિને પ્રદિપ બિશ્નોઈ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધ્યો હતો. 
 
 
નાનીએ જણાવ્યુ કે આરોપી દિવાલ કુદીને ઘરમાં ઘુસ્યો અને ત્યારબાદ ભાગવા માટે મેન ગેટ ખોલી નાખ્યો.  નાનીની ફરિયાદ મુજબ મહિલાનો ભાઈ બહારના રૂમમાં સૂઈ રહ્યો હતો અને આરોપીએ તેના રૂમના ગેટને દોરડાથી બાંધી દીધો હતો જેથી ગેટ ખુલી ન શકે.  જે રૂમમા મહિલા સૂઈ રહી હતી તેની બહાર મોટા પ્રમાણમાં કેરોસીન છાંટી દીધુ. અને બહારથી મહિલાના નામની બૂમ પાડીને તેને બોલાવવા લાગ્યો.  જેવી તે બહાર આવી કે તેને લાકડી પર કપડુ લપેટીને કેરોસીન તેલ છાંટી દીધુ.  જ્યારબાદ મહિલાનુ શરીર 70 ટકા આગમાં બળી ગયુ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પતિ કંટાળીને મહિલા આયશાવાળો રસ્તો અપનાવ્યો, તાપી કૂદવા પહોંચી પણ...