અલ્પેશ કથીરિયા સુરત કોર્ટના ચૂકાદાને હાઇકોર્ટમાં પડકારશે
, શનિવાર, 19 જાન્યુઆરી 2019 (12:05 IST)
રાજદ્રોહના ગુનામાં સુરત કોર્ટએ અલ્પેશ કથીરિયાની જામીન અરજી રદ કરતાં આ ચૂકાદાને હાઇકોર્ટમાં પડકારાશે. કોર્ટ ઓર્ડરની સર્ટિફાઇડ નકલો મળી જતાં કથીરિયાના વકીલ રફીક પતંગવાળા ગુજરાત હાઇકોર્ટમાં સુરત કોર્ટના ચૂકાદાને પડકારતી એક રીવિઝન પીટીશન દાખલ કરશે. અલ્પેશ કથીરિયા સામે અમરોલી પોલીસ મથકમાં રાજદ્રોહના ગુનો નોંધાયા બાદ ડીસીબી દ્વારા સુરત પાસના કન્વીનર કથીરિયાની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં જામીન મુકિત બાદ વરાછા અને સરથાણા વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતનો ભંગ કરવા સંદર્ભે ડીસીબી દ્વારા કથીરિયાના જામીન રદ કરવા પરચૂરણ અરજી કરાઈ હતી. જોકે તેની સુનવણી દરમિયાન ડીજીપી નયન સુખડવાળાની દલીલોને અદાલતે ગ્રાહય રાખી કથીરિયાના જામીન રદ કર્યા હતા.
આગળનો લેખ