Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રજાની સેવા કરવા નિકળેલા સેવકોને મેવા-મિઠાઇ , મંત્રીઓ-ધારાસભ્યોને પગાર માટે ૨૧.૧૩ કરોડની ધરખમ સખાવત

Webdunia
શુક્રવાર, 9 માર્ચ 2018 (11:33 IST)
પ્રજાના મતે ચૂંટીને પ્રજાની સમસ્યા હલ કરવા ગાંધીનગર સુધી પહોંચેલાં જનપ્રતિનીધીઓના ખર્ચમાં દિનપ્રતિદીન વધારો થઇ રહ્યો છે.અધ્યક્ષ,મંત્રી,વિપક્ષના નેતા અને ધારાસભ્ય પાછળેય સરકારની તિજોરીમાં અઢળક ખર્ચ થઇ રહ્યો છે. વર્ષ ૨૦૧૮-૧૯માં મંત્રીઓ અને ધારાસભ્યોને પગારપેટે રૃા.૨૧.૧૩ કરોડ સરકારી તિજોરીમાં ચૂકવાશે. ઉલ્લેખનીય છેકે,આ માંગણીઓના મુદ્દે આજે વિધાનસભામાં ચર્ચા થશે. કેબિનેટ-રાજ્યકક્ષાના મંત્રીઓના પગાર,સરભરા,આતિથ્ય ખર્ચ,પ્રવાસ ખર્ચ અને વહીવટી ખર્ચ માટે વર્ષ ૨૦૧૫-૧૬માં ૪.૨૮ કરોડ ખર્ચ કરવામાં આવ્યો હતો.

જે હવે વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૭.૭૨ ટકાના વધારા સાથે રૃા.૫.૭૦ કરોડ થવાનો અંદાજ છે.વર્ષ ૨૦૧૬-૧૭થી વર્ષ ૨૦૧૮-૧૯માં રૃા.૮૫.૯૨ લાખનો વધારો કરાયો છે. મંત્રી કરતાંય તેમના સચિવ-અંગત સ્ટાફનો ખર્ચ ચાર ગણો વધ્યો છે જેમ કે,વર્ષ ૨૦૧૬-૧૭માં રૃા.૧૭.૭૮ કરોડ ખર્ચ હતો તે વધીને વર્ષ ૨૦૧૮-૧૯માં ૨૧.૧૭ કરોડ થઇ જશે. ૧૮૨ ધારાસભ્યોને વાર્ષિક રૃા.૮.૪૮ લાખ પગાર-ભથ્થાં પેટે ચૂકવાય છે. વર્ષ ૨૦૧૭-૧૮માં ધારાસભ્યોના પગાર પેટે સરકારી તિજોરીમાંથી રૃા.૧૨.૮૨ કરોડનો ખર્ચ કરાયો હતો.હવે વર્ષ ૨૦૧૮-૧૯માં ૩૦.૮૨ ટકાના વધારા સાથે રૃા.૧૫.૪૩ કરોડનો ખર્ચ ચૂકવવાનો અંદાજ છે. વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પગાર-ખર્ચમાં ય ૪૬.૪૬ ટકાનો વધારો કરાયો છે. ચાલુ વર્ષે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પાછળ પણ રૃા.૪૭.૬૦ લાખનો ખર્ચ કરવામાં આવનાર છે. આમ,પ્રજાએ ચૂંટીને મોકલેલાં જનપ્રતિનીધીઓ વિધાનસભા ગૃહમાં વિવિધ મુદદે આમને સામને આવી જાય છે પણ સરકારી તિજોરીમાં પગાર-ભથ્થાં મેળવી પ્રજાના પૈસે ખર્ચ કરવાના મામલે ભાઇભાઇનો સંગાથ કરી લે છે.કર્મચારીઓના પગાર-ખર્ચ પર કાબૂ કરવાની વાતો કરતી સરકાર પોતાના ખર્ચ પર કાબૂ કરવા રાજી નથી અને કરોડોનો ધૂમાડો કરી રહી છે.  સરકારે બજેટમાં બુલેટપ્રુફ વાહનોની ખરીદી કરવા પણ રૃા.૧૫ કરોડની જોગવાઇ કરી છે. ગુજરાત બહારથી આવતા મહાનુભાવોને સુરક્ષા મળી રહે તે માટે બુલેટ રેસિસ્ટન્ટ,વીવીવઆઇપી વાહનો માટે સરકારે ખાસ નાણાં ફાળવ્યાં છે. પ્રજા કરતાં સરકારે આ વખતે બજેટમાં મંત્રી,ધારાસભ્યો,અધ્યક્ષ,ઉપાધ્યક્ષના ખર્ચમાં વધારો કર્યો છે. સાથે સાથે વીવીઆઇપીની પણ સુરક્ષાની ચિંતા કરીને બુલેટ્પ્રુફ વાહનો વસાવવા નક્કી કર્યુ છે.સરકારની ટીકા કરીને જે તે પ્રશ્નનુ ધ્યાન રાખનાર વિપક્ષના નેતાના ખર્ચમાં ય હવે વધારો થયો છે. વર્ષ ૨૦૧૬-૧૭માં વિરોધપક્ષના નેતા પાછળ રૃા.૭૦.૦૮ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો.જે હવે વધ્યો છે. ચાલુ વર્ષે વિપક્ષના નેતાના ખર્ચમાં ય ૧૫.૧૪ ટકાના વધારા સાથે કુલ મળીને રૃા.૯૩.૦૩ લાખ કરવામાં આવશે. એક માત્ર મુખ્ય દંડકના ખર્ચમાં સરકારે ઘટાડો કરવા સૂચવ્યુ છે આમ છતાંય મુખ્ય દંડક પાછળ ચાલુ વર્ષે રૃા.૧.૪૬ કરોડ ખર્ચ થવાનો અંદાજ મૂકાયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

આગળનો લેખ
Show comments