બજેટ સત્રના પહેલાં જ દિવસે કોંગ્રેસ આકરા પાણીએ, પાણી વગરના રુપાણી રાજીનામું આપે તેવા સુત્રોચ્ચાર
, સોમવાર, 19 ફેબ્રુઆરી 2018 (15:02 IST)
વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થતાંની સાથે જ પ્રથમ દિવસે કોંગ્રેસ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. ગૃહમાં ગવર્નર પ્રવચન આપી રહ્યાં હતાં, ત્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ શરૂ કર્યો હતો અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામાની માગ કરી હતી. ભારે હોબાળાના કારણે ગવર્નરે માત્ર મિનિટમાં જ પ્રવચન પૂરું કર્યું હતું. બજેટ સત્રના પહેલાં દિવસે જ ગવર્નરના પ્રવચન દરમિયાન વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા. તેમણે CMના રાજીનામાની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. પાણી વગરના રૂપાણી રાજીનામું આપો, દલિતો ન્યાય આપો, ખેડૂતોને પાણી આપો, જેવા સૂત્રો ગૃહમાં ગૂંજી ઉઠ્યા હતા. ભારે વિરોધને કારણે અડધા કલાક માટે ગૃહની કાર્યવાહી સ્થગિત રાખવામાં આવી હતી.
આગળનો લેખ