Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતીય પોષાકમાં સજ્જ કેનેડીયન PMએ ગાંધીઆશ્રમની મુલાકાત લીધી

ભારતીય પોષાક
, સોમવાર, 19 ફેબ્રુઆરી 2018 (13:20 IST)
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તેમની ભારત મુલાકાતના ભાગરૂપે સોમવારે એક દિવસની ગુજરાત મુલાકાતે પધાર્યા છે. આજે સવારે ટ્રુડો અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા, જ્યાંથી સીધા તેઓ સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. પત્ની અને બાળકો સાથે જસ્ટિન ટ્રુડો ભારતીય પોષાકમાં સજ્જ થઈને ગાંધીઆશ્રમની મુલાકાત લઇ ખૂબ ખુશ થયા હતા.  જસ્ટિન ટ્રુડોએ બાળકો સાથે રેંડિયો કાંત્યો હતો, જ્યારે જસ્ટિને વિઝીટ બુકમાં સંદેશ લખી ખુશી વ્યક્ત કરી હતી. ગાંધીઆશ્રમની મુલાકાત બાદ જસ્ટિન ટ્રુડો ગાંધીનગર ખાતે આવેલા અક્ષરધામની મુલાકાત લેશે. જે બાદ તેઓ બપોરે 12.15થી અમદાવાદની હયાત હોટેલમાં રોકાણ કરશે અને ત્યાંજ લંચ લેશે. 2.45 કલાકે અમદાવાદ આઇઆઇએમની મુલાકાત લઇ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ બેઠક યોજશે.
 
ભારતીય પોષાક
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIVE UPDATE : ગુજરાત નગરપાલિકા મતગણતરી -BJP 44-Cong 27 અને અન્ય 4 સીટ પર આગળ