જિલ્લામાં આવેલા નળ સરોવર તથા શહેર નજીક આવેલા થોળના તળાવમાં શિયાળામાં આવતા વિદેશી પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી. આ વર્ષે બ્લેક નેક ગ્રીબ એટલે કે ડુબકી, તેજપર નામનું પક્ષી, વ્હાઈટ ટેલ લેફ્ટ વીંગ જેવા નવા પક્ષીઓ જોવા મળ્યા હતા. જોકે, આ વર્ષે ફ્લેમિંગો ખાસ જોવા મળ્યા નથી, પરંતુ ઉનાળામાં તેમની સંખ્યા વધે તેવો અંદાજ છે. આ ઉપરાંત સુરક્ષામાં પણ વધારો કરાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નળ સરોવર ખાતે બે દિવસીય પક્ષી ગણતરી કરવામાં આવી હતી. અંદાજે ૧૦૦ થી વધુ વન વિભાગના અધિકારી અને પક્ષીવિદોએ ગણતરી કરી હતી. વિદેશી અને સ્થાનિક પક્ષીઓના ઘર અને પક્ષી પ્રેમીઓ માટે આકર્ષણનુ કેન્દ્ર એવા થોળ અને નળ સરોવરમાં વન વિભાગે બે દિવસ સુધી પક્ષીઓની ગણતરીનું આયોજન કરાયું હતું.
દર બે વર્ષે આ પ્રકારે પક્ષીઓના વ્યૂના આધારે ટેલીસ્કોપ જેવા સાધનોના ઉપયોગથી સંખ્યાનો અંદાજ આવે છે, જેમાં ૧૦૦થી વધુ લોકો આ કામમા જોડાયા હતા. આ વર્ષે બ્લેક નેક ગ્રીબ એટલે કે ડુબકી, તેજપર નામનું પક્ષી, વ્હાઈટ ટેલ લેફ્ટ વીંગ જેવા નવા પક્ષીઓ આ વખતે જોવા મળ્યા હતા. જોકે, આ વર્ષે ફ્લેમિંગો ખાસ જોવા મળ્યા નથી, પરંતુ ઉનાળામાં તેમની સંખ્યા વધે તેવો અંદાજ છે. આ સમગ્ર સરોવરની અને વિદેશી પક્ષીઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમા વન વિભાગના સ્ટાફ સાથે સરકાર તરફથી એસઆરપીના ૫૦ હથિયારધારી જવાનો પણ આપવામાં આવ્યા છે. જેઓ દિવસરાત સતત પેટ્રોલિંગ કરીને પક્ષીઓને બચાવે છે. ગત વર્ષની વાત કરીએ તો ૨૦૦થી પણ વધુ પ્રજાતિના ૩ લાખથી પણ વધારે પક્ષીઓ જોવા મળ્યા હતા. આ વખતે પણ સંખ્યા વધે તેવી આશા છે અને આ પ્રકારે ઉનાળામાં પણ ફરી પક્ષી ગણતરી કરવાની વિચારણા થઈ રહી છે. શિયાળામાં નળ સરોવર અને થોળના તળાવમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. તેમજ તેમને નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આવે છે.