કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યો સામે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. અમદાવાદના ખાનપુર જે.પી.ચોક ખાતે કોંગ્રેસના કાર્યકરોએ પોસ્ટર્સ અને સૂત્રોચ્ચાર દ્વારા પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે પોલીસ લાઠીચાર્જમાં કોંગ્રેસના સ્થાનિક નેતા બદરુદ્દીન શેખનો હાથનો અંગૂઠો ફેક્ચર થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
સાથે જ પોલીસે 50થી વધુ કોંગી કાર્યકરોની અટકાયત કરી છે. શક્તિસિંહે કહ્યું કે 22 ધારાસભ્યોને ખરીદવાની ભાજપની ચાલ હતી પરંતુ કોંગ્રેસી ધારાસભ્યો તેમને ચૂંટીને મોકલનારી જનતાનો દ્રોહ ક્યારેય ન કરી શકે. 15 કરોડ રૂપિયા એ કોઈ નાની રકમ નથી. જો કોઈ ને મોજ માજા કરાવી હોય એટલા રૂપિયા પૂરતા છે, અહીંયા પોતાના પરિવાર અને જનતાથી દૂર રહીને કોઈ કેવી રીતે મોજ મજા કરી શકે. ભાજપની ચાલ નાકામ જતા જનતાને ગુમરાહ કરવાના ગતકડાં કરી રહ્યો છે.