જમ્મુ કાશ્મીરમાં સેનાને મોટી સફળતા મળી છે. કાશ્મીર ઘાટીમાં પુલવામાં જીલ્લામાં સેનનઈ અતંકવાદીઓ સાથે મુઠભેડ થઈ. હાકરીપોરામાં ચાલી રહેલ મુઠભેડમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. એનકાઉંટરમાં લશ્કર-એ-તૈયબાના કાશ્મીર ચીફ અબુ દુજાના પણ ઠાર થયેલ છે. સેનાએ અબુ દુજાનાની ખૂબ લાંબા સમયથી શોધ કરી હતી.
કોણ હતો અબુ દુજાના ?
- ઉલ્લેખનીય છે કે અબુ દુજાના છેલ્લા 7 વર્ષોથી ઘાટીમાં સક્રિય હતો
- અબુ દુજાના પર 10 લાખ રૂપિયાનુ ઈનામ હતુ
- તાજેતરમાં જ કાશ્મીરમાં મુઠભેડ દરમિયાન માર્યા ગયેલા લશ્કર કમાંડર અબુ કાસિમ પછી અબુ દુજાનાને કમાન આપવામાં આવી હતી
- દુજાના લગભગ 5-6 વાર સેનાને હાથતાળી આપીને ભાગી ચુક્યો હતો. પણ આ વખતે તે સફળ થયો નહી
- મે મહિનામા અબુ દુજાનએ આ ગામમાં ઘેરવામાં આવ્યો હતો અપ્ણ ગામના લોકોએ પત્થરબાજી કરીને તેને ભગાડવામાં મદદ કરી હતી.
- 19 જુલાઈના રોજ પણ સેનાએ અબુ દુજાનાને ઘેર્યો હતો. ઉલવામાં ના બંદેરપુરા ગામમાં સેના અને એસઓજીના જવાનોએ અબુ દુજાનાને પકડવામાં માટે જાળ બિછાવ્યુ હતુ..પણ દુજાના ભાગી ગયો હતો. આ પહેલા મે મહિનામાં પણ સુરક્ષાબળોએ હકરીપોરા ગામમાં જ સુરક્ષાબળોને દુજાનાની ઘેરાબંધી કરી હતી. જાણવા મળ્યુ છે કે અબુ દુજાના પોતાના મિત્રો સાથે ગામમાં સંતાયો છે. જેને પકડવા માટે સેનાએ ઓપરેશન ચલાવ્યુ. આ દરમિયાન ગામના લોકોની પત્થરબાજી વચ્ચે અબુ દુજાના નાસી જવામાં સફળ થયો હતો.
- મંગળવારે પણ અબુ દુજાનાએ લગભગ 4 કલાક સુધી ગોળી ચલાવી નહોતી.. તે ફક્ત ચૂપચાપ સંતાયો હતો.
ઉલ્લેખનીય છે કે સેના એ કાશ્મીરમાંથી આતંકવાદીઓનો સફાયો કરવા માટે ઓપરેશન ઓલઆઉટ અભિયાન ચલાવ્યુ છે. જેના હેઠળ આતંકવાદીઓની એક લિસ્ટ તૈયાર કરવામાં આવી છે. જેના આધાર પર જુદા જુદા વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશનમાં હિજ્બુલના બે આતંકી ઠાર કરવામાં આવ્યા હતા.