Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટેક્ષટાઈલ્સ ઈન્ડિયા-૨૦૧૭- મોદીના હસ્તે ભારતના સૌથી વિશાળ મેગા ટેક્ષટાઈલ્સ ટ્રેડ ફેરનો ભવ્ય શુભારંભ

Webdunia
શુક્રવાર, 30 જૂન 2017 (17:33 IST)
મેગા ટેક્ષટાઈલ્સ ટ્રેડ ફેરની વિશેષતાઓ :-
Ø ૨૫૦૦ ઈન્ટરનેશનલ બાયર્સ
Ø ૧૦૦૦થી વધુ ઈન્ટરનેશનલ એન્ડ ડોમેસ્ટિક એક્ઝિબિટર્સ
Ø ૧૫,૦૦૦ ડોમેસ્ટિક વિઝટર્સ
Ø ૭૮,૦૦૦ ચો.મી. વિસ્તારમાં ટ્રેડ ફેર
         ૧૩ એક્ઝિબિશન-પેવેલિયન હોલ 

વડાપ્રધાન મોદીના હસ્તે ટેક્ષટાઈલ્સ ઈન્ડિયા-૨૦૧૭ અંતર્ગત હેલિપેડ ગાંધીનગર ખાતે ભારતના પ્રથમ સૌથી વિશાળ મેગા ટેક્ષટાઈલ્સ ટ્રેડ ફેરનો આજે ભવ્ય શુભારંભ કરાયો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, કેન્દ્રીય ટેક્ષટાઈલ મંત્રી  સ્મૃતિ ઈરાની ઉપસ્થિત રહ્યાં હતા. મોદીએ ફેરનું ઉદઘાટન કરીને થીમ પેવેલિયન-૧ની મુલાકાત લઈને વિવિધ રાજ્યો-દેશોના ટેક્ષટાઈલ્સ સ્ટોલ્સ રસપૂર્વક નિહાળ્યા હતા. ટેક્ષટાઈલ્સ ઈન્ડિયા-૨૦૧૭ હેઠળ હેલિપેડ ગાંધીનગર ખાતે તા. ૩૦મી જૂન અને ૧-૨ જૂલાઈ-૨૦૧૭ દરમિયાન ૭૮,૦૦૦ ચો.મી વિસ્તારમાં યોજાનાર આ મેગા ટેક્ષટાઈલ્સ ટ્રેડ ફેરમાં ૨,૫૦૦ જેટલાં ઈન્ટરનેશનલ બાયર્સ, ૧૫,૦૦૦ ડોમેસ્ટિક વિઝીટર્સ અને ૧,૦૦૦થી વધુ ઈન્ટરનેશનલ એન્ડ ડોમેસ્ટિક એક્ઝિબિટર્સ ભાગ લેશે.

ત્રિદિવસીય મેગાટેક્ષટાઈલ્સ ટ્રેડ ફેરમાં ૨૨ રાઉન્ડ ટેબલ અને ૬ કોન્ફરન્સ યોજાશે વિવિધ ૧૩ એક્ઝિબિશન હોલ-થીમ પેવેલિયનમાં અલગ-અલગ દેશના કન્ટ્રી સેશન અને સ્ટેટ સેશનની સાથે B2B, B2G અને G2G પણ યોજાશે. આ ટ્રેડ ફેરમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, આસામ, કર્ણાટક, ઝારખંડ અને તેલંગણા રાજ્યોના વિવિધ થીમ પેવેલિયન-સ્ટોલ્સ ગોઠવવામાં આવ્યા છે. આ મેગા ટેક્ષટાઈલ્સ ટ્રેડ ફેર દરમિયાન યોજાનાર વિવિધ સેશનમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત ટેક્ષટાઈલ્સ જગતના ઉદ્યોગપતિઓ-તજજ્ઞો પોતાના ચાવીરૂપ વકતવ્યો આપશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Funny Anniversary wishes - મિત્રો માટે લગ્નની ફની શુભેચ્છા

દૂધ સાથે કરો આ વસ્તુઓનુ સેવન, દૂર થઈ જશે વિટામીન બી12ની કમી

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

વધુ જુઓ..

નવીનતમ

Corona : બિગ બોસ ફેમ શિલ્પા શિરોડકરનો કોરોના પોઝિટિવ, સિંગાપોર-હોંગકોંગ પછી, શું ભારતમાં પણ ફેલાઈ રહ્યુ છે સંક્રમણ ?

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

આગળનો લેખ
Show comments