Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્રાઈમ બ્રાન્ચે રાજકોટની લેડી ડોન સોનુ ડાંગર 1 પિસ્તોલ અને 18 કારતૂસ સાથે ઝડપી

Webdunia
મંગળવાર, 28 માર્ચ 2017 (15:03 IST)
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મારામારી, જમીન અને હથિયારના કેસોમાં અનેકવખત પકડાયેલી લેડી ડોન સોનુ ડાંગરને ક્રાઇમ બ્રાન્ચે 1 પિસ્તોલ અને 18 કારતૂસ સાથે ઝડપી પાડી છે. આ પિસ્તોલ અને કારતૂસ ક્યાંથી મેળવ્યા હતા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.  રાજકોટ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે સોનુ ડાંગરને તેના ઘર પાસેથી જ દેશી બનાવટની પિસ્તોલ અને 18 નંગ કારતૂસ સાથે ઝડપી પાડી હતી

પોલીસે 1 પિસ્તોલ, 18 નંગ કારતૂસ અને મોબાઇસ સહિત 16800ના મુદ્દામાલ સાથે પકડી પાડી હતી. પોલીસે હથિયાર ક્યાંથી મેળવ્યા હતા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.  સોનુ ઉર્ફે ઉષા ચંદુભાઇ ડાંગરે મુગ્ધાવસ્થા દરમિયાન બુટલેગર સંજય રાજપૂત સાથે લગ્ન કર્યા બાદ ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. દિયર ઉપર ખૂની હુમલો, પતિ સાથે ગાંધીગ્રામના કિરણ ઉર્ફે કાબરાની હત્યા, મારામારી અને છરીથી હુમલા સતત અનેક ગુનામાં સોનુ પોલીસ ચોપડે ચડી ચૂકી છે. ટ્રાફિક પોલીસની ફરજમાં રૂકાવટ, ખંડણી-પ્રોટેક્શન મની માટે બિલ્ડરને ધમકી આપીને સાઇટ ઉપર તોડફોડ કરવાના ગુનામાં પકડાયા બાદ તે જૂનાગઢમાંથી બે રિવોલ્વર, પિસ્તોલ સાથે ઝડપાઇ હતી. આ સિવાય શહેરમાં ચકચારી દારૂ અને બીયર પ્રકરણમાં પકડાયેલી કુખ્યાત કોલેજીયન ગર્લની સોનુ ડાંગર સાથેની ઓડીયો ક્લિપ વાયરલ થઈ હતી.
 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઝેરીલા સાંપ સાથે ડાંસ કરવુ મોંઘુ પડ્યુ લાઈવ સ્ટેજ શોમા કોબરાએ કળાકારને ડંખ માર્યો

વાવ પેટાચૂંટણી પૂર્વે ભાજપે બળવાખોર ઉમેદવાર સહિત પાંચ નેતાને સસ્પેન્ડ કર્યા

સિંગલ છોકરાઓ સાવધાન! મહિલાઓ મળવા બોલાવે છે, પછી કૌભાંડ સર્જે છે

Maharashtra Elections - રાજ ઠાકરેનુ મોટુ નિવેદન, કહ્યુ - પુત્ર અમિતની જીત માટે કોઈની સામે ભીખ નહી માંગુ

સંજીવ ખન્ના બન્યા દેશના નવા CJI, રાષ્ટ્રપતિએ લીધા શપથ, જાણો કેમ છે ચર્ચા?

આગળનો લેખ
Show comments