Webdunia - Bharat's app for daily news and videos

Install App

નડિયાદના મહુધા રોડ ગમખ્વાર અકસ્માત સર્જાયો, એક જ પરિવારના 4ના મોત

Webdunia
બુધવાર, 20 ઑક્ટોબર 2021 (12:02 IST)
નડિયાદના મહુધા રોડ પર મંગળપુર પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા છે. તો અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. પરિવાર આણંદના મલાતજમાં માતાજીના દર્શને જઈ રહ્યો હતો, ત્યારે ઈકો કાર પલ્ટી ખાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા ટ્રેલરે ઈકો કારને ટક્કર મારતાં ઈકો કાર રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં એકનું સ્થળ પર બે વ્યક્તિનાં નડિયાદ સિવિલમાં અને એક વ્યક્તિનું અમદાવાદ સિવિલમાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે કારચાલક અને અન્ય એક નડિયાદ સિવિલમાં સારવાર હેઠળ છે. તમામ લોકો મહીસાગર જિલ્લાના સંતરામપુરના વતની અને એક જ પરિવારના સગાંસંબંધીઓ હોવાનું પોલીસે જણાવ્યું છે. 
 
મહીસાગરના સંતરામપુરના રહેવાસી ભોઈ પરિવારના સદસ્યો મહીસાગરના સંતરામપુરથી આણંદ જિલ્લાના મલાતજ ગામ માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે આ દર્દનાક ઘટના બની હતી. મંગળપુર પાટીયા પાસે સામેથી આવતું કન્ટેનર ઈકો કારને અથડાયુ હતું, જેમાં તેમની ઇકો કાર પલ્ટી ખાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઈકો કારમાં 6 લોકો સવાર હતા. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે ત્રણ વ્યક્તિઓનું સારવાર દરમિયાન મોત થયું છે. ગંભીર રૂપે ઘાયલ એક વ્યક્તિ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નિપજ્યું છે.
 
મૃત્યુ પામનાર વ્યક્તિઓ નામ
1 સુરેશ અંબાલાલ ભોઈ. સ્થળ ઉપર મોત
2 રાજુભાઈ શનાભાઈ ભોઈ, હોસ્પિટલમાં મોત
3 સંજુભાઈ બારૈયા, હોસ્પિટલમાં મોત 
4 સંજયભાઈ દિલીપભાઈ ભોઈ, અમદાવાદ રીફર થયા હતા સારવાર દરમિયાન મોત 
 
ઇજાગ્રસ્ત વ્યક્તિઓના નામ 
1 જીતુભાઈ ભુલાભાઈ ભોઈ 
2 આકાશ ડબગર

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

યોગી આદિત્યનાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પર નિવેદન આપ્યું

સ્પેનમાં આવેલા ભયાનક પૂર પછી રસ્તા પર ઉતર્યા લોકો

દિલ્હીમાં ‘અતિશય ખરાબ’ શ્રેણીમાં પહોંચ્યું પ્રદૂષણ, પાકિસ્તાનમાં પણ હવા ખરાબ

યુવકે પરિણીત યુવતીને હોટલમાં બોલાવી, કહ્યું- હું તારી સાથે છું..., પછી જે થયું તે માનવામાં નહીં આવે

હિજાબ પછી દાઢી પર હંગામો! કોલેજના નિયમોને લઈને કેમ થયો વિવાદ? મુખ્યમંત્રીએ દરમિયાનગીરી કરી

આગળનો લેખ
Show comments