Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

શાંતિ બિઝનેસ સ્કૂલ દ્વારા આયોજીત ઇન્ટર કૉલેજ ફેસ્ટ માં 50 થી વધુ કોલેજોએ લીધો ભાગ, કલા, કૌશલ્ય, અને પ્રતિભાનો આપ્યો પરિચય

Shanti Business School
, ગુરુવાર, 23 ફેબ્રુઆરી 2023 (14:55 IST)
અમદાવાદની જાણીતી  બિઝનેસ  મેનેજમેન્ટ  ઇન્સ્ટિટ્યૂટ  "શાંતિ  બિઝનેસ  સ્કૂલ" (એસ.બી.એસ)  દ્વારા  ઇન્ટર  કૉલેજ ફેસ્ટ "બૌદ્ધિકા 2023" નું આયોજન કરવામાં આવ્યું હતું , આ  બે દિવસીય કાર્યક્રમમા સમગ્ર ગુજરાતમાંથી વિવિધ  વિદ્યાશાખાની 50 જેટલી કોલેજોના લગભગ 2000 થી વધુ  વિદ્યાર્થીઓએ ભાગ  લીધો.
 
બે દિવસ ચાલેલા "બૌદ્ધિકા 2023"માં અલગ અલગ 7 કેટેગરી "આર્ટ એન્ડ ક્રિએટીવિટી ઝોન, ફુડ એન્ડ ફન ઝોન, ઈન્ટેલેકચ્યુલ ઝોન, કલ્ચરલ ઝોન, સ્પોર્ટસ ઝોન, બિઝનેસ ઝોન, થ્રિલ ઝોન" રાખવામાં આવી હતી, જેમાં 28 થી જેટલા  વિવિધ કાર્યક્રમ જેવા કે "બનાઓ ઉપયોગી,  છબી, મટરગસ્તી,  જ્ઞાનયુધ્ધ, અભિવ્યક્તિ, યુવામંચ, સરગમ, જલવા- ફેશન શો, આઓ ખેલે,  બ્રાન્ડ કવીઝ માટેની  સ્પર્ધા "આઓ પહેચાને '',  ફાયનાન્સિયલ  પ્લાનિંગ  માટે  "સંમ્પતી",  યુથ  પાર્લામેન્ટ "યુવા  મંચ ", ફેઈસ પેન્ટિંગ  માટે "રંગદે", વાનગી  સ્પર્ધા માટે 'ઉસ્તાદ-એ  -ઝાયકા', ગ્રુપ  ડાન્સ  " ઝનકાર" વગેરે નું  આયોજન  કરવામાં  આવ્યું  હતું.  ઉપરોક્ત  સ્પર્ધાઓમાં  ગુજરાતની  વિવિધ  કોલેજમાંથી આવેલા  વિદ્યાર્થીઓએ  પોતાની  કલા, કૌશલ્ય, અને  પ્રતિભાનો પરિચય આપી ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
 
આ પ્રસંગે શાંતિ બિઝનેસ સ્કૂલના ડાયરેક્ટર ડૉ. નેહા શર્માએ જણાવ્યું હતું કે "આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા અને કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે, તે તેમના આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને તેમના વ્યક્તિત્વનો વિકાસ કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Pawan Khera ની ધરપકડ, કોર્ટની અનુમતિ પછી લઈ જવાશે અસમ