Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મોરારી બાપુએ સંપન્ન લોકોને ગૌસેવામાં આવકનો 10મો ભાગ લગાવવા કર્યા પ્રેરિત

મોરારી બાપુએ સંપન્ન લોકોને ગૌસેવામાં આવકનો 10મો ભાગ લગાવવા કર્યા પ્રેરિત
, મંગળવાર, 24 નવેમ્બર 2020 (15:26 IST)
ભગવાન શ્રીકૃષ્ણએ બાળ સ્વરૂપે જ્યાં લીલા કરી હતી તે પાવન ધરા-ધામમાં આયોજિત રામકથાના પંડાલમાં મહામંડલેશ્વર સ્વામી ગુરૂ શરણાનંદજી મહારાજના સાનિધ્યમાં આશ્રમના વિદ્યાર્થીઓ તથા સીમિત શ્રોતાઓ વચ્ચે આજે પાંચમાં દિવસની કથાનો પ્રારંભ થયો. એક દિવસના વિલંબથી ગોપાષ્ટમીની શુભકામનાઓ આપતાં વ્યાસપીઠ ઉપરથી કહેવામાં આવ્યું કે ગાયોની પૂજાની સાથે-સાથે ગાયોની સેવા જરૂરી છે. સંપન્ન લોકોને બાપુએ પોતાની આવકનો દસમો હિસ્સો ગાયોની સેવામાં લગાવવા માટે પ્રેરિત કર્યાં અને કહ્યું કે સંપન્ન લોકોએ પોતાના આવાસમાં પાર્કિંગમાં એક તરફ કાઉ અને બાજી તરફ કાર રાખવી જોઇએ તથા સંભવ હોય ત્યાં સુધી પંચગવ્યનો સદુપયોગ કરવા આહ્વાન કર્યું.
 
પ્રેમી રાસ નજરથી જગતને જૂએ છે, આ કથન સાથે આજે પ્રેમસૂત્ર વિષયનું ઉદ્ઘાટન કરતાં બાપુએ કહ્યું કે જો આપણી આંખોમાં પ્રેમની થોડી કાજલ લાગી જાય તો સમગ્ર બ્રમ્હાંડ એક રાસ જ છે. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર વગેરેનું પૂરું અસ્તિત્વ નર્તન કરી રહ્યું છે. જગતનો પ્રલય થઇ જાય પણ મહારાસ ક્યારેય બંધ ન થાય તેવી ગોપિઓની માગ હતી. તેમણે કહ્યું કે શ્રીકૃષ્ણ અને ગોપિયોના રાસ માત્ર ભુગોળ સુધી સીમિત ન હતાં, તે સમગ્ર અસ્તિત્વના મહારાસ હતાં અને ત્રિભુવનમાં ટેલીકાસ્ટ થઇ રહ્યાં હતાં. રાસ ક્યાં સુધી...એવા રાધાજીએ પૂછતાં ઠાકુરજીએ કહ્યું કે આ રાસ ત્યાં સુધી ચાલશે, જ્યાં સુધી આપના ચરણની રેણુ પૂરા નભ મંડલ અને ત્રિભુવનને આવૃત ન કરી લે, જેથી આ રેણુ સદા જ્ઞાત-અજ્ઞાત ચિત્તને આકર્ષિત કરતી રહે.
 
કથા પણ એક રાસ છે તેમ કહીને બાપુએ તમામને રાસ-રસથી ભરી દીધાં. બાપુએ ઉમેર્યું કે કોઇપણ મહાપુરુષ કરૂણા કરીને ધરતી ઉપર આવે છે ત્યારે પરમાત્મા તેમની આસપાસના લોકોની માનસિકતા પણ એવી બનાવી દે છે કે તેઓ સહયોગ કરવા લાગે. કથાની સાત્વિક ચર્ચાને આગળ ધપાવતા તેમણે કહ્યું કે બુદ્ધપુરુષની પાસે જવાથી ત્રણ વસ્તુઓ છુટી જાય છે. હ્રદયની ગ્રંથિઓ છુટવા લાગે છે, સંશય છિન્ન થવા માડે છે અને કર્મની જાળ સમાપ્ત થઇ જાય છે.
 
માનસથી સીતાજી, ભરતજી અને કાકભુશુણ્ડિનો દ્રષ્ટાંત આપતા બાપુએ કહ્યું કે કથા અમૃત આપે છે, કથા મરવા દેતી નથી. પ્રેમના પ્રકટીકરણના થોડા વધુ ઉપાય આપતા બાપુએ કહ્યું કે પ્રભુ અથવા બુદ્ધપુરુષના ઉદાસીન શયનને દેખકર પ્રેમ પ્રગટ થઇ જાય છે. નિષાદરાજનું ઉદાહરણ આપતાં તેમણે ઉમેર્યું કે રામજીના શયન જોઇને નિષાદરાજમાં પ્રેમ પ્રગટ થઇ ગયો. બીજું, કોઇપણ સીધા-સાધા નયન, વચનને જોઇને અથવા સાંભળીને પણ પ્રેમ પ્રગટ થઇ જાય છે.
 
આ વચ્ચે બાપુએ કોરોના અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે દેશના કેટલાંક પ્રદેશોમાં કોરોનાની બીજી લહેર આવી છે ત્યારે સામાજિક અંતર જાળવવું જરૂરી છે અને માસ્કનો વધુ ઉપયોગ કરવા તેમણે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે રમણબિહારી બધાનું રક્ષણ કરશે.
 
અંતે કથાના વાસ્તવિક દોરને આગળ વધારતા પાર્વતીની રામકથા સાંભળવાની વિનમ્ર જિજ્ઞાસા અને શિવજી દ્વારા રામકથાનો મંગળાચરણ સંભળાવ્યું. રામ એ તત્વ છે, જે પગ વિના ચાલે છે, હાથ વિના કર્મ કરે છે. મુખ ન હોય તો પણ તમામ રસ પ્રાપ્ત કરે છે, બોલતા ન હોય તો પણ મોટા વક્તા છે. વિના શરીર તમામને સ્પર્શ કરે છે. નયન વિના બધુ દેખે છે. જેમના મહિમાનું વર્ણન વેદ પણ કરી શકતાં નથી,તે કૌશલપતિ રામ છે. આમ અધ્યાત્મના અનેક સુંદર પરિબળોને સ્પર્શતા કથાને વિરામ અપાયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉપરાષ્ટ્રપતિ વૈકયાનાયડુ આજે ગુજરાતની મુલાકાતે, જાણો કેમ આવી રહ્યા છે