Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમની તાબડતોબ કાર્યવાહી, અનેક ગુનાઓનો પર્દાફાશ

Gujarat Police

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ કાર્યવાહીઓમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના "Mission Cyber Rakshika" અંતર્ગત મહિલાઓની પ્રાઈવસી સાથે ચેડાં કરનાર આરોપી સુમિત શર્માને દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો છે.

 
આ ઉપરાંત અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે હાથ બનાવટના એક તમંચા સાથે એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, વાહન ચોરીના ગુનાઓ સામે કાર્યવાહી કરતા રીક્ષા ચોરીના રીઢા ગુનેગારને રૂ. 1 લાખની કિંમતની ઓટોરિક્ષા સાથે ઝડપી લેવામાં આવ્યો છે, જેના આધારે વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલી કાઢવામાં આવ્યો છે.

સાયબર ગુનાઓ સામેની વધુ એક મોટી કાર્યવાહીમાં "Mission Cyber Rakshika" હેઠળ ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી લોકોને બ્લેકમેઇલ કરતી આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે ટોળકીની મોડસ ઓપરેન્ડી અંગે તપાસ શરૂ કરી વધુ આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો તેજ કર્યા છે.

અમદાવાદ પોલીસની આ સતત કાર્યવાહીઓથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે અને શહેરમાં કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોને વેગ મળ્યો છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હિમાચલ પ્રદેશના ચંબામાં એક ઇનોવા કાર 500 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ, જેમાં 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. જાણો અકસ્માત ક્યારે અને કેવી રીતે થયો