Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

UCC લાગૂ કરનારા દેશનુ બીજુ રાજ્ય બનશે ગુજરાત, મંત્રીએ કર્યુ એલાન

Minister Rishikesh Patel
ગાંધીનગર. , ગુરુવાર, 27 માર્ચ 2025 (11:28 IST)
ગુજરાતના કાયદા મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં એક મોટી જાહેરાત કરી. તેમણે જણાવ્યુ કે ઉત્તરાખંડ પછી, ગુજરાત દેશની બીજુ રાજ્ય હશે જ્યા સમાન નાગરિક સંહિતા (UCC)કાયદો લાગૂ થશે. આ જાહેરાત તેમણે ત્યારે કરી જ્યારે વિધાનસભામાં કાયદો વિભાગના બજેટ પર વાત થઈ રહી હતી. પટેલે કહ્યુ કે યૂસીસીને લાગૂ કરવાનો હેતુ બધા નાગરિકો માટે સમાન ન્યાય સુનિશ્ચિત કરવાનો છે. મંત્રીએ જણાવ્યુ કે અદાલતી કામ જલ્દી થાય આ માટે સરકાર ત્રણ નવી મઘ્યસ્થતા ન્યાયાધિકરણ બનાવી રહી છે. આ રાજકોટ, સૂરત અને  વડોદરામાં થશે. આ ટ્રિબ્યૂનલમાં નગર પાલિકાઓ અને પંચાયતો સાથે જોડાયેલ મામલાને પણ ઉકેલવામાં આવશે. 
 
 નીચલી કોર્ટમાં ડિજિટલીકરણ 
ઈ-કોર્ટ પ્રોજેક્ટ વિશે પટેલે કહ્યુ કે હાઈકોર્ટ અને નીચલી કોર્ટમાં ડિઝિટલીકરણ માટે 27.84 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. તેનાથી કોર્ટમાં કાગજી કામ ઓછા થશે અને બધુ કમ્પ્યુટર પર થશે. ફાસ્ટ ટ્રેક કોર્ટ વિશે બતાવતા પટેલે  કહ્યુ કે ગયા વર્ષે જીલ્લા કોર્ટે  18,41,016 મામલા ઉકેલ્યા. મતલબ કોર્ટે ખૂબ ઝડપથી કામ કર્યુ. પટેલે એ પણ બતાવ્યુ કે જુદા જુદા કાયદા માટે રાજ્યમાં અનેક કોર્ટ બનાવવામાં આવી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં ફરી એક વાર દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, વડોદરામાં દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં