Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Surendranagar મા કાર-ટ્રક વચ્ચે થઈ ટક્કર, 3 લોકોના મોત, 4 ઘાયલ

Accident
, ગુરુવાર, 6 માર્ચ 2025 (13:35 IST)
Surendranagar  Road-Accident  - સુરેન્દ્રનગર જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચે સામસામે ટક્કરમાં ત્રણ લોકોના મોત થયા છે અને ચાર ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
 
અકસ્માત બાદ ધ્રાંગધ્રા-માલવણ હાઇવે થઈ ગયો જામ 
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ગુરુવારે સવારે એક દુ:ખદ અકસ્માત થયો. ઇકો કાર અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં ત્રણ લોકોના દુઃખદ મોત થયા હતા અને ચાર લોકો ઘાયલ થયા હતા. સ્થાનિકોએ પુરાંત પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી અને બચાવ કામગીરી શરૂ કરી. ઘાયલોને પાટડીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. અકસ્માત બાદ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેને પોલીસે ઘણી મહેનત બાદ ખોલ્યો. 
 
પોલીસ અકસ્માતનું કારણ શોધવામાં છે વ્યસ્ત 
સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી. પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા જ્યાં તેમની હાલત ગંભીર છે. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માતના કારણની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે કાર ખૂબ જ ઝડપે ચાલી રહી હતી અને ટ્રક તેની સામે આવતાં અકસ્માત થયો હતો. પોલીસ હાઇવેની આસપાસ લગાવેલા સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે. જોકે, અકસ્માતના વાસ્તવિક કારણો શોધવા માટે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોદીના માર્ગમાં મંદીનુ ભૂત, શેર બજારથી લઈને સામાન્ય માણસના ખિસ્સા સુધી અસર