Webdunia - Bharat's app for daily news and videos

Install App

દક્ષિણ ગુજરાતમાં મનમૂકીને મેઘમહેર, 2 કલાકમાં 6 ઇંચ વિસ્તાર, હજુ 3 દિવસ વરસાદની આગાહી

Webdunia
શુક્રવાર, 1 જુલાઈ 2022 (09:29 IST)
દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. આજે સવારે  સુરત જિલ્લામાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં 6.5 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જેમાં સૌથી વધુ વલસાડ તાલુકામાં વહેલી સવારે  4થી 6 વાગ્યાના દરમિયાન ફક્ત બે કલાકમાં 6 ઇંચ જેટલો ધોધમાર વરસાદ થતાં શહેર પાણીથી તરબળો થઇ ગયું હતું. વાપીમાં 1 ઇંચ, ઉમરગામમાં પોણો ઇંચ, કપરાડામાં સવા 1 ઇંચ વરસાદ થયો હતો. 
 
આગામી ત્રણ દિવસમાં પ્રદેશમાં વધુ વરસાદની શક્યતા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, દક્ષિણ ગુજરાતમાં સુરત, નર્મદા અને નવસારી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ થયો છે. વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં સવારે 6 વાગ્યા સુધીમાં 159 મીમી વરસાદ નોંધાયો છે.
 
હવામાન કેન્દ્રના નિયામક મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, તાપી અને વલસાડ જિલ્લામાં આગામી ત્રણ દિવસમાં વધુ વરસાદની શક્યતા છે. તેમણે કહ્યું કે પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. મોહંતીએ જણાવ્યું હતું કે, "જો કે આજે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ થયો નથી, પરંતુ આવતીકાલે વરસાદનું પ્રમાણ વધશે. 3 અને 4 જુલાઈએ તે પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.
 
એસઇઓસીએ જણાવ્યું કે સુરતના ઉમરપાડા તાલુકામાં સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 143 મીમી, દેડિયાપાડા (નર્મદા) 76 મીમી, માંગરોળ (સુરત) 69 મીમી, ગણદેવી (નવસારી) 67 મીમી, સાગબારા (નર્મદા) 61 મીમી અને કામરેજ (નર્મદા) 58 મીમી વરસાદ વરસાદ નોંધાયો હતો. સવારે 6 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં વલસાડ તાલુકામાં 159 મીમી અને પારડી તાલુકામાં 89 મીમી વરસાદ નોંધાયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વલસાડના નીચાણવાળા વિસ્તારો અને સુરતના વરાછા, કાપોદરા જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂન 2021ની સરખામણીએ જૂન 2022માં 50 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Happy Labh Pancham 2024 Wishes and Quotes in Gujarati - લાભ પાંચમની શુભકામનાઓ

ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન, 'તેને તૂટવા નહીં દઈએ અને લૂંટવા નહીં દઈએ

Olympics 2036:ભારત ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે તૈયાર, IOAએ દાવો રજૂ કર્યો

સુરેન્દ્રનગરમાં દારૂ ભરેલી SUV પકડવા જતાં પોલીસકર્મીનું મોત

ટેમ્પો કાર અને બાઇક વચ્ચે અથડામણ, ત્રણને ઇજા

આગળનો લેખ
Show comments