Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

બોટાદ ઝેરી દારૂ કાંડમાં ગૃહવિભાગની મોટી કાર્યવાહીઃ SP કરણરાજ વાઘેલાની બદલી, 2 DYSP સહિત અનેક પોલીસકર્મી સસપેન્ડ

breaking news
, ગુરુવાર, 28 જુલાઈ 2022 (11:49 IST)
બોટાદમાં ઝેરી દારૂકાંડ મામલે ગૃહ વિભાગે કાર્યવાહી કરી છે. તાત્કાલિક ધોરણે બોટાદના એસ.પી. કરણરાજ વાઘેલા  અને અમદાવાદ ગ્રામ્ય એસ.પી.વીરેન્દ્ર યાદવની બદલી કરવામાં આવી છે.સાથે જ બોટાદ DYSP એસ કે.ત્રિવેદી અને ધોળકા DYSP એન.વી.પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.તો બરવાળા PSI બી.જી.વાળા, રાણપુર PSI શૈલેન્દ્રસિંહ રાણા વિરૂદ્ધ પણ સસ્પેન્શનના પગલાં લેવાયા છે.ઉપરાંત ધંધુકા PI કે.પી.જાડેજાને પણ સસ્પેન્ડ કરીને ગૃહવિભાગે મોટી કાર્યવાહી કરી છે. બોટાદ ઝેરી દારૂકાંડમાં અત્યાર સુધીમાં 43 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.હજુ પણ અનેક લોકો હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ છે બીજી બાજુઆ ઝેરી દારૂકાંડને લઈને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવાશે.અને પોલીસ તરફથી 10 દિવસમાં આ કેસને લઈને ચાર્જશીટ દાખલ કરશે.તો રોજીદ ગામના સરપંચના પત્ર મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું, સરપંચના પત્ર બાદ છ વખત પોલીસે જે તે વિસ્તારમાં દરોડા પાડ્યા હતા.20 દિવસથી દેશી દારૂના અડ્ડાઓ બંધ હોવાથી બુટલેગરો મિથેનોલ લાવવા મજબૂર બન્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રોશની નાદર દેશની ધનિક મહિલા, NYKAA ની ફાલ્ગુની નાયરે કિરણ મજૂમદાર શોને આપી માત