મુંબઈમાં એક બિઝનેસમેને એક મહિલાને ટ્રેનમાં કિસ કરી લીધી હતી તો કોર્ટે કોર્ટે આરોપીને કરી 1 વર્ષની સજા અને 10 હજારનો દંડ કર્યો. જાણો શું છે આખુ બનાવ
37 વર્ષના એક બિઝનેસમેને ખીચોખીચ ભરેલી ટ્રેનમાં એક મહિલાને કીસ કરી હતી અને જ્યારે કોર્ટમાં આ કેસ ચાલ્યો ત્યારે આરોપીએ પોકળ દલીલ કરીને છટકી જવાનો
પ્રયાસ કર્યો પરંતુ કોર્ટે તેને 1 વર્ષ જેલની સજા અને 10 રુપિયાનો દંડ ફટકારીને પાઠ ભણાવ્યો હતો.
વર્ષ 201માં એક 37 વર્ષીય બિઝનેસમેન ટ્રેનમાં સફર કરી રહ્યો હતો. કિરણ હોનાવર ટ્રેનમાં પીડિત મહિલાની સામે બેસી ગયો હતો અને તેને ઘુરતો
રહ્યો હતો. ત્યાર બાદ તેણે પીડિતાને ગાલે કીસ કરી લીધી હતી. આ ઘટના બની ત્યારે મહિલાની સાથે તેના બે દોસ્તો પણ બેઠા હતા, તેઓ આ ઘટનાના સાક્ષી બન્યા હતા.
આરોપીએ કીસ કરી લેતા મહિલાએ ચીસો પાડી હતી અને આને કારણે સહ પ્રવાસીઓએ આરોપીને મેથીપાક ચખાડ્યો હતો. કોર્ટમાં પણ સાબિત થયું હતું કે આરોપીએ મહિલાના જમણા ગાલ પર કીસ કરી હતી.
આ કેસમાં કોર્ટમાં ચાલ્યો હતો. આરોપી કિરણે કોર્ટમાં એવી દલીલ કરી કે તેણે જાણી જોઈને મહિલાને કીસ કરી નથી પરંતુ બાજુના એક વ્યક્તિએ તેને ધક્કો માર્યો હતો અને તેને કારણે તે સામે બેઠેલી મહિલા પર પડી ગયો હતો અને તેના હોંઠ મહિલાને ગાલને સ્પર્શી ગયા હતા, તેણે જાણીજોઈને કરી નથી. આરોપી કિરણની આ દલીલ ગળે ન ઉતરતા કોર્ટે એવો ચુકાદો આપ્યો કે અજાણતા કોઈ વ્યક્તિના ગાલ મહિલાને સ્પર્શી શકતા નથી