પાકિસ્તાનથી માત્ર થોડા જ અંતર પર આવેલ ભારત-પાક અટારી બોર્ડર પર રવિવારે 360 ફૂટ ઊંચા ફ્લેગમાસ્ટનુ ઉદ્ધઘાટન કરવામાં આવ્યુ. આને દેશનુ સૌથી ઊંચુ ફ્લેગમાસ્ટ કહેવામાં આવે છે.
આ ત્રિરંગો 120 લાબો અને 80 ફુટ પહોંળો છે. જેનુ નિર્માણ પર 3.50 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. આ પંજાબના અમૃતસર ન્યાસ પ્રાધિકરણની પરિયોજના હતી. પંજાબના મંત્રી અનિલ જોશીએ આ સૌથી ઊંચા ફ્લેગમાસ્ટ પર દેશનો સૌથી મોટો ત્રિરંગો લહેરાવ્યો. આ પહેલા ઝારખંડના રાંચીમા સૌથી લાંબો 293 ફુટ ઊંચો ત્રિરંગો લહેરાવ્યો હતો.
જાસૂસી માટે લગાવ્યો ફ્લેગમાસ્ટ - પાકિસ્તાન
જો કે આંતરરાષ્ટ્રીય સીમા પર ત્રિંરંગો લહેરાવ્યો જવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાન ખુશ નથી. સૂત્રોએ કહ્યુ કે પાકિસ્તાન રેંજર્સે સીમા સુરક્ષા બળને પોતાના અસંતોષ વ્યક્ત કરી દીધો છે અને તેમને સીમાથી દૂર ધ્વજને સ્થાપિત કરવા માટે કહ્યુ ક હ્હે. પાકિસ્તાને તેને આંતરરાષ્ટ્રીય સંઘિનું ઉલ્લંઘન બતાવ્યુ છે. પાકિસ્તાનના અધિકારીઓએન આશંકા છે કે ભારત આ ફ્લેગમાસ્ટનો ઉપયોગ જાસૂસી માટે કરી શકે છે.
કોઈ ઉલ્લંઘન થયુ નથી - ભારત
જો કે ભારતીય અધિકારીએઓ સ્પષ્ટ કહી દીધુ હતુ કે ફ્લેગમાસ્ટ જીરો લાઈનથી પહેલા 200 મીટર અગાઉ સ્થાપિત કરવામાં આવ્યુ છે. કોઈપણ પ્રકારનુ ઉલ્લંઘન થયુ નથી. મંત્રી અનિલ જોશીએ કહ્યુ, આ અમારો રાષ્ટ્રીય ધ્વજ ચ હે અને કોઈપણ અમને અમારી ધરતી પર ઝંડો ફરકાવતા રોકી શકતુ નથી.