Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

રાજ્યમાં મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં કોરોના સંબંધિત ઈમરજન્સીના 50 ટકા અને અમદાવાદ માટે 54 ટકા કોલ નોંધાયા

રાજ્યમાં મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં કોરોના સંબંધિત ઈમરજન્સીના 50 ટકા અને અમદાવાદ માટે 54 ટકા કોલ નોંધાયા
, બુધવાર, 12 મે 2021 (14:31 IST)
ગુજરાતમાં એપ્રિલ મહિનામાં કોરોનાના કેસોમાં એકાએક વધારો નોંધાતા લોકોમાં હાહાકાર મચી ગયો હતો. બીજી બાજુ 108 ઈમરજન્સી સેવામાં પણ દર્દીઓના કોલ વધી રહ્યાં છે. ગુજરાતમાં પરિસ્થિતિ એવી ગંભીર છે કે 1 સેકન્ડ પણ 108ના ફોન ફ્રી રહેતા નથી. રાઉન્ડ ધ ક્લોક 108ના કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. 108 ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતેનો કોલ વોલ્યુમ જે એપ્રિલ 2021 ના પહેલા અઠવાડિયામાં સરેરાશ 10 હજાર હતો જે ત્રીજા અઠવાડિયામાં 64 હજાર થયો હતો. મે મહિનાના પહેલા અઠવાડિયાથી કોલ વોલ્યૂમ સરેરાશ ઘટતાં 10 હજારનો થયો હતો.

ગુજરાત રાજયમાં 108 મારફતે પ્રતિસાદ આપવામાં આવેલી ઈમરજન્સીમાં એપ્રિલ 2021 ના પ્રથમ સપ્તાહમાં 42 ટકા જેટલી કોવિડ સંબંધિત ઈમરજન્સી હતી. જ્યારે  એપ્રિલ 2021ના ત્રીજા અઠવાડિયામાં 62 ટકા પર પહોંચી હતી, જ્યારે અમદાવાદમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં સરેરાશ કોરોના સંબંધિત ઈમરજન્સી 59 ટકા હતી. જે એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં 91 ટકા પર પહોંચી હતી. જ્યારે મે મહિનામાં કોરોના સંબંધિત ઈમરજન્સીમાં ઘટાડો જોવા મળ્યો અને પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં કોરોના સંબંધિત ઈમરજન્સી 50 ટકા અને અમદાવાદ માટે 54 ટકા કોલ નોંધાયા હતાં.કોવિડ અને નોન-કોવીડ ઈમરજન્સીને વધુ સારો પ્રતિસાદ આપવા માટે 108 એમ્બ્યુલન્સને કોવિડ અને નોનકોવિડ એમ બે વિભાગમાં વહેંચવામાં આવી છે.

108 ઈમરજન્સી સેવાનો રિસ્પોન્સ ટાઇમ જે  એપ્રિલ મહિનાના ત્રીજા સપ્તાહમાં સમગ્ર ગુજરાતમાં વધીને 2 કલાક અને અમદાવાદમાં 4 થી 5 કલાકનો થયો હતો. જે ઘટીને હાલ ગુજરાતમાં 30 મિનિટ અને અમદાવાદ માટે 25 મિનિટનો થયેલ છે. 108  ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા માર્ચ’2020 થી 12.59 લાખ ઇમરજન્સીને પ્રતિસાદ આપેલ છે. તથા માર્ચ 2020થી કુલ 2.02 લાખ જેટલા કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ જ પ્રકારનું વલણ 104  હેલ્થ હેલ્પલાઇનમાં પણ જોવા મળ્યું છે.  એપ્રિલ 2021ના ત્રીજા સપ્તાહ દરમિયાન કોરોના સબંધિત માહિતી માટે ગુજરાતમાંથી 4500 કોલ્સ/દિવસ અને અમદાવાદમાંથી 1900 કોલ્સ/દિવસ પ્રાપ્ત થયાં હતા. જે ઘટીને ગુજરાતના 550 કોલ્સ/દિવસ અને અમદાવાદનાં 250 કોલ્સ/દિવસ થયેલ છે. 104  હેલ્થ હેલ્પલાઇનમાં માર્ચ 2020 થી કોરોના સંબંધિત 4.89 લાખ કોલ્સ પ્રાપ્ત થયા છે.તથા રસીકરણ સંબંધિત 1.53 લાખ કોલ્સ અને ગુજરાતભરમાં કોરોના વાઇરસના લક્ષણો ધરાવતા 3.19 લાખ દર્દીઓને ઘર બેઠા સારવાર પૂરી પાડવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા દર્દીઓનો હોસ્પિટલમાં દાખલ થવા માટે 108 સિવાય કોઇપણ અન્ય પ્રકારના વાહન વ્યવહારનો ઉપયોગ કરવાના નિર્ણયથી 108 ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના કોલ વોલ્યુમમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને પાછલા દિવસો દરમિયાન 64 હજારથી વધુ કોલ્સ મળતા હતા અને તે હવે ઘટીને 15 હજાર કોલ્સ થઇ ગયા છે. આ દરમિયાન દર્દીઓની સેવામાં દોડતી 108ની જુની થઈ ગયેલી 25 જેટલી એમ્બ્યુલન્સનો હવે શબવાહિની તરીકે ઉપયોગ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માત્ર આ પરિસ્થિતિઓમાં તમને કોવિડ-19 ટેસ્ટ કરાવવાની જરૂર નથી